મહેમદાવાદ લાંચ કેસમાં 100 દિવસથી ફરાર બંને પોલીસ કર્મચારીએ સરેન્ડર કર્યું

મહેમદાવાદ લાંચ કેસમાં 100 દિવસથી ફરાર બંને પોલીસ કર્મચારીએ સરેન્ડર કર્યું


- ક્રિકેટ સટ્ટામાં પકડાયેલા મુદ્દામાલ છોડાવવા માટે વચેટિયા મારફતે રૂ. ૧૦ હજારની લાંચ માંગવાના કેસમાં બંનેની સંડોવણી ખુલી હતી 

નડિયાદ, તા.  11 ફેબ્રુઆરી 2021, ગુરુવાર

મહેમદાવાદ પોલીસ સ્ટેશનના ૧૦૦ દિવસથી નાસતા ફરતા બે પોલીસ કર્મચારીએ ગત મોડી સાંજે નાટકીય રીતે એ.સી.બી સમક્ષ સરેન્ડર કર્યુ છે.નડિયાદ સેશન્સ કોર્ટે જામીન અરજી ના મંજૂર કરતા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ જામીન અરજી કરી હતી. ત્યાંથી પણ રાહત ન મ ળતા આખરે બંને પોલીસ કર્મચારીએ એ.સી.બી સમક્ષ રજૂ થયા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર મહેમદાવાદ પોલીસટીમે શહેરના એક કોમ્પલેક્ષ પાસેની એક દુકાન પર બાતમી આધારે દરોડો પાડયો હતો.જેમાં એક વ્યક્તિ પોતાના આર્થિક ફાયદા સારૂ આઇ. પી. એલ ટી-૨૦ કિક્રેટ ટુનાર્મેન્ટની કલકતા નાઇટ રાઇડર્સ- રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાતી ક્રિકેટ મેચ ઉપર હારજીતનો ક્રિકેટ રમાડતો હતો. જે અનુસંધાને સ્થાનિક પોલીસે ઉપરોક્ત સ્થળે દરોડો પાડયો હતો. ઉપરોક્ત બનાવ અંગે મહેમદાવાદ પોલીસ મથકમાં ફરજ બજાવતા આલાભાઇ જેઠાભાઇ રબારી અને નારાયણભાઇ ભરવાડે કીર્તન અરવિંદલાલ સુથાર વતી પૈસાની માંગણી કરી હતી.

આ બનાવ નોધાયાની રાત્રે રૂા.૧,૫૦,૦૦૦ લઇ જામીન મૂક્ત કરવામાં આવ્યો હતો.પરંતુ જામીનમૂક્ત કરેલ અને જામીન પર છોડયા બાદ પણ મૂદામાલ છોડવા માટે રૂા. ૧૦, ૦૦૦ ની વચેટીયા મારફતે માંગણી કરી હતી. જે અનવ્યે ગત તા.૦૫-૧૧-૨૦૨૦ ની મોડી સાંજે અમદાવાદ ગ્રામ્ય એ.સી.બી ટીમે લાંચની  ટ્રેપ ગોઠવી હતી.જેમાં નારાયણભાઇ અને આલાભાઇએ લાંચના નાણા અંગે હેતુલક્ષી વાતચીત કરી હતી. આ બનાવ સમયે  નારાયણભાઇ ભરવાડ અને આલાભાઇ જેઠાભાઇ રબારી ફરાર થઇ ગયા હતા.જ્યારે બનાવ સ્થળેથી કીર્તન અરવિંદલાલ સુથાર ઝડપાઇ ગયો હતો. આ બનાવ અંગે અમદાવાદ ગ્રામ્ય એ.સી.બીએ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બુધવારની મોડી સાંજે બંને પોલીસ કર્મચારીઓએ એ.સી.બી સમક્ષ સરેન્ડર કર્યુ હતુ.

બંને પોલીસ કર્મચારીઓએ ધરપકડથી બચવા માટે નડિયાદ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.જે અરજીઓ ગત તા.૨૭-૧૧-૨૦૨૦ ના રોજ કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ નામંજૂર કરી હતી.ગત તા.૬-૧૧-૨૦૨૦ ના રોજ બંને પોલીસ કર્મચારી નાસતા ફરતા હતા.જેથી કોર્ટે દ્વારા બંને કર્મચારી વિરુધ્ધ ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યો હતો.

પરંતુ તેઓ બંને  ધરપકડથી બચવા માટે નાસતા ફરતા હતા.આ બાદ નડિયાદ કોર્ટે ગત તા.૧૩-૧-૨૦૨૧ ફરી વાર બંને પોલીસ કર્મચારી વિરુધ્ધ ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યો હતા. બંને પોલીસ કર્મચારીઓએ  ધરપકડથી બચવા માટે ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી.જે અરજી ગત તા.૮-૨-૨૦૨૧ ના રોજ ચાલી હતી. જો કે સરકારી વકીલની દલીલો અને બંને પોલીસ કર્મચારીના વકીલ દ્વારા બંનેની જામીન અરજી વિડ્રોલ કરવામાં આવી હતી.

ધરપકડથી બચવા હાઈકોર્ટ સુધી જામીન અરજી કરી હતી

મહેમદાવાદ પોલીસ મથકના ડી-સ્ટાફના બંને કર્મચારીઓ પર આજથી ૧૦૦ દિવસ પહેલા એ.સી.બી.નો  સકંજો કસાયો હતો.જેમાં બંને કર્મચારીઓ ટીમને થાપ આપી ફરાર થઇ ગયા હતા. ધરપકડથી બચવા માટે નડિયાદ સેશન્સ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. પરંતુ એક પણ જગ્યાએથી રાહત ન મળતા આખરે એ.સી.બી સમક્ષ સરેન્ડર કર્યુ છે.

બંને આરોપીના કોર્ટે ૧૫મી સુધી રિમાન્ડ મંજૂર કર્યા

મહેમદાવાદ પોલીસ સ્ટેશનના બંને પોલીસ કર્મચારીઓએ બુધવારની મોડી સાંજે એ.સી.બી સમક્ષ સરેન્ડર કર્યુ હતુ.આ બાદ એ.સી.બી દ્વારા બંને વ્યક્તિઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે નેગેટીવ આવતા બંનેની અટકાયત કરી હતી.આ બાદ ગુરુવારની સવારે બંને કર્મચારીઓને કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી.  કોર્ટે આગામી તા.૧૫-૨-૨૦૨૧ ને સોમવારના અગિયાર વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pc5qHT

0 Response to "મહેમદાવાદ લાંચ કેસમાં 100 દિવસથી ફરાર બંને પોલીસ કર્મચારીએ સરેન્ડર કર્યું"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel