જીટોડીયામાં કોમન પ્લોટમાં મકાન બનાવી મહિલા સાથે રૂ. 19.21 લાખની ઠગાઈ

જીટોડીયામાં કોમન પ્લોટમાં મકાન બનાવી મહિલા સાથે રૂ. 19.21 લાખની ઠગાઈ


- ગ્રામ પંચાયતમાં અરજી કરતા કોમન પ્લોટમાં મકાનો બાંધવાનો રિવાઇઝ નકશો ના મંજૂર થયાનું ખુલ્યું

આણંદ,તા. 11 ફેબ્રુઆરી 2021, ગુરૂવાર


આણંદ પાસેના જીટોડીયા ગામે આવેલ એક સાઈટ ખાતે કોમન પ્લોટમાં મકાન બનાવી આપી મહિલા સાથે રૂા.૧૯.૨૧ લાખની છેતરપીંડી આચરવામાં આવી હોવાનો બનાવ આણંદ ગ્રામ્ય પોલીસ દફતરે નોંધાયો છે.

વર્ષ-૨૦૧૩માં આણંદની કૃષિ યુનિ.માં ફરજ બજાવતા નિમીષાબેન શાંતિલાલ ઝરીવાલા પોતાના સહકર્મચારીની ઓળખથી આણંદના મનહરભાઈ નારણભાઈ પટેલના સંપર્કમાં આવ્યા હતા. તેઓને મકાન લેવાનું હોય મનહરભાઈ પટેલ સાથે વાતચીત કરતા મનહરભાઈએ જીટોડીયા ગામે મેઘા ટ્વીન્સ નામે સાઈટ મુકી હોવાનું જણાવી મકાન બતાવ્યું હતું. જે નિમીષાબેનને પસંદ પડતા રૂા.૧૯.૨૧ લાખમાં સોદો નક્કી થયો હતો. નિમીષાબેનને બેંકમાંથી લોન લેવાની હોઈ જરૂરી દસ્તાવેજોની માંગણી કરતા ૧૬/૧૨/૨૦૧૩નો જીટોડીયા ગ્રામપંચાયતનો ઠરાવ આપ્યો હતો. જેમાં નક્શો રીવાઈઝ કરીને કોમન પ્લોટમાં મકાનો બનાવવાની વાત હતી. લોન મંજૂર થયા બાદ વેચાણ દસ્તાવેજ પણ કરી લેવાયો હતો.

દરમ્યાન મકાનના રીનોવેશન માટે નાણાંની જરૂર પડતા નિમીષાબેને ફાયનાન્સ કંપનીનો સંપર્ક કરતા કંપનીએ બાંધકામની પરમીશનનો પત્ર માંગતા મનહરભાઈ પટેલ પાસે આ પત્ર લેવા જતા તેઓએ ગલ્લાં-તલ્લાં કર્યા હતા. દરમ્યાન જીટોડીયા ગ્રામ પંચાયતમાં અરજી કરતા કોમન પ્લોટમાં મકાનો બાંધવાનો રીવાઈઝ નક્શો ના મંજુર થયો હોવાનું અને કોઈ બાંધકામની મંજૂરી આપવામાં ન આવી હોવાનું ખુલતા તેઓ ચોંકી ઉઠયા હતા અને નિમીષાબેન ઝરીવાલાએ આણંદ આણંદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બિલ્ડર મનહરભાઈ નારણભાઈ પટેલ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3u0pNLQ

0 Response to "જીટોડીયામાં કોમન પ્લોટમાં મકાન બનાવી મહિલા સાથે રૂ. 19.21 લાખની ઠગાઈ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel