પાટડી તાલુકા પંચાયતની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારો જાહેર ન કરતા ચર્ચા
પાટડી, તા. 11 ફેબ્રુઆરી, 2021, ગુરૂવાર
પાટડી તાલુકામાં યોજાનારી જીલ્લા પંચાયતની પાંચ સીટો માટે આજે ૧૯ ફોર્મ ઉપડતાં કુલ ૧૦૦ ફોર્મ, તાલુકા પંચાયતની ૨૨ સીટો માટે આજે ૫૮ ફોર્મ ઉપડતાં કુલ ૨૪૬ ફોર્મ તથા નગરપાલિકાની ૨૪ સીટો માટે આજે ૨૬ ફોર્મ ઉપડતાં કુલ ૧૦૫ ફોર્મ ઉપડયાં હતાં.
પરંતુ તાલુકા પંચાયત માટે જીલ્લામાંથી ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરવા છતાં તાલુકા મથકે હજુ એકપણ ઉમેદવાર જાહેર કરાયા નથી બંન્ને પક્ષોમાંથી તાલુકા પંચાયત માટે ઉમેદવારોની પસંદગીમાં કોકડું ગુંચવાયેલું જ છે. ત્યારે નગરપાલીકા માટે આજે ૧૧ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જેમાં (૧) અશોકભાઈ મંગાભાઈ સાતણીયા (૨) ભાવિકાબેન રામજીભાઈ ચાવડા (૩) જીગ્નેશકુમાર રાજેન્દ્રકુમાર સોલંકી (૪) કેતનકુમાર ગુણવંતભાઈ નીમાવત (૫) નીમેશકુમાર રસીકલાલ ઝીંઝુવાડીયા (૬) રજાક હુસેન દાવલભાઈ ધાંચી (૭) હંસાબેન ગોપાલભાઈ દેવીપુજક (૮) મંદાબેન પ્રકાશકુમાર પટેલ (૯) અમીનાબેન ઉંમરખાન પઠાણ (૧૦) રમેશભાઈ મંગાભાઈ ઠાકોર (૧૧) મીનાબેન હીરાભાઈ ચાવડા આ તમામ અગીયાર ઉમેદવારો કોંગ્રેસ પ્રેરીત હોવાનું જણાવા મળેલ છે. આ કોંગ્રેસ તરફથી ૧૧ ફોર્મ ભરાયા હતા જ્યરે ભાજપમાં હજુ પણ ઉમેદવારી અંગે મૌન જોવા મળ્યું હતું.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3adC2N4
0 Response to "પાટડી તાલુકા પંચાયતની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારો જાહેર ન કરતા ચર્ચા"
Post a Comment