બેફામ ધસી આવેલી કારે અડફેટે લેતાં બાઇક સવારનું મોત

બેફામ ધસી આવેલી કારે અડફેટે લેતાં બાઇક સવારનું મોત

મહેસાણા,તા.11 ફેબ્રુઆરી 2021, ગુરૂવાર

ગઇકાલે સાંજના સમયે ફાર્મ હાઉસથી નીકળી ગામમાં જવા નીકળેલા બાઇકચાલકને કારે ટક્કર મારી  તે ભાગી છુટયો હતો .  પરિજનો અવાજ સાંભળી દોડી આવી આધેડને જોતાં નાક - કાન અને મોઢામાંથી લોહી આવતું હોઇ તાત્કાલિક ૧૦૮ ને જાણ કરાઇ હતી ૧૦૮ ના તબીબે તેમને મૃત જાહેર કરતાં પરિજનો શોકમાં વ્યાપી ગયો છે. ઘટનાને લઇ મૃતકના પુત્રએ ફરાર કારચાલક સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.  

કડીના કરણનગરની સીમમાં અકસ્માતની ઘટના સામે આવી છે . જેમાં મંગલ મિલન ( યોગેશ્વર ) ફાર્મમાં મજુરી કરતાં બાબુભાઇ જીવાભાઇ દંતાણી ગઇકાલે ફાર્મ હાઉસથી કરણનગર ગામ તરફ જવા બાઇક લઇને સાંજના સમયે નિકળ્યાં હતા. આ દરમ્યાન ફાર્મહાઉસના દરવાજાની બહાર નિકળતાં જ અજાણ્યાં કારચાલકે તેમને અડફેટે લઇ ઘસેડયા હતા. પરિજનો અવાજ સાંભળી દોડી આવી કાર રોકવાનો પ્રયાસ કરતાં ચાલક કાર લઇને ફરાર થઇ ગયો છે . આ તરફ ગંભીર ઇજાઓને કારણે બાબુભાઇ દંતાણીનું ઘટનાસ્થળે જ મોત થયુ હતુ .

કડી ના ગામે અકસ્માતની ઘટનામાં ઘરના મોભીનું મોત થતાં પરિજનો શોકાતુર બન્યા છે . ઘટનાને લઇ મૃતકના પુત્રએ અજાણ્યાં ફરાર કારચાલક સામે કડી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે . પોલીસે ફરાર કાર ચાલક સામે આઇપીસી  અને મોટર વાહન અધિનિયમની કલમ ૧૭૭ , ૧૮૪ , ૧૩૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે .




from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OvD4vy

0 Response to "બેફામ ધસી આવેલી કારે અડફેટે લેતાં બાઇક સવારનું મોત"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel