જખવાડા પાસે એસ ટી બસ પથ્થર સાથે ભટકાતા પલટી ગઈ
વિરમગામ, તા. 11 ફેબ્રુઆરી, 2021, ગુરૂવાર
વિરમગામ-અમદાવાદ હાઈવે ઉપર જખવાડા ગામ પાસે હિન્દુસ્તાન ગમ ફેકટરી પાસે ગત મોડીરાત્રીએ એસ ટી બસના ચાલકે પૂરઝડપે હંકારી રોડની સાઇડમાં આવેલ માઇલ્સસ્ટોન સાથે ભટકાડતા રોડની સાઇડમાં આવેલ ચોકડીમાં પલટી ખાઇ ગઇ હતી જેમાં સદનસીબે કોઇ જાનહાનીનો બનાવ બન્યો ન હતો.
આ અંગે સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ગાંગરડીથી વાંકાનેર રૂટના વાયા દાહોદ, ગોધરા થઇ અમદાવાદ બાયપાસ થઇ વિરમગામ તરફ પેસેન્જરો ભરીને જઇ રહી હતી. તે દરમ્યાન જખવાડા હિન્દુસ્તાન ગમ કંપની પાસે એસ ટી બસની સાઇડ કાપવા એક ટ્રેલર બાજુમાં આવતા એસ ટી બસ સાઇડમાં લેતા રોડની સાઇડમાં આવેલ માઇલ્સસ્ટોન સાથે ભટકાઇ હતી અને પલટી ખાઇ જતા રોડની સાઇડમાં ચોકડીમાં ઉતરી ગઇ હતી. બસમાં બેઠેલ તમામ મુસાફરો તેમજ ડ્રાઈવર - કન્ડક્ટરનો આબાદ બચાવ થયો હતો.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pdDTWg
0 Response to "જખવાડા પાસે એસ ટી બસ પથ્થર સાથે ભટકાતા પલટી ગઈ"
Post a Comment