મોરબી નજીક દુર્ઘટના, 3 શ્રમિકો દટાયા

મોરબી નજીક દુર્ઘટના, 3 શ્રમિકો દટાયા


મોરબી, તા. 11 ફેબ્રુઆરી, 2021, ગુરૂવાર

મોરબીના જેતપર રોડ પર રંગપર નજીક આવેલી સિરામિક ફેક્ટરીમાં આજે દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં સિરામિક ફેક્ટરીમાં માટીના સાયલા(માટી સંગ્રહ કરવાના ટાંકા) તૂટી પડતા પાંચ વ્યક્તિ દટાઈ ગયા હતા, જે પૈકી બેને બચાવી લેવાયા હતા તો ત્રણ વ્યક્તિ હજુ દટાઈ હોવાાૃથી રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળે છે.

મોરબીના રંગપર નજીક આવેલી ગ્રીસ સિરામિક ફેક્ટરીમાં દુર્ઘટના સર્જાઈ હતી જેમાં માટીના સાયલા તૂટી પડતા માટી ખાતામાં કામ કરતા શ્રમિકો, લેબ ટેકનીશીયન તેમ જ ભાગીદાર સહિતના પાંચ વ્યક્તિ સાયલા નીચે દબાઈ ગઈ હતી. 

આ બનાવને પગલે ૧૦૮, ફાયર ટીમ ઉપરાંત મામલતદાર સૃથળ પર પહોંચ્યા હતા . સાયલા તૂટી પડતા ભાગીદાર સંજય સાણંદીયા, લેબ ટેક્નીશિયન અરવિંદભાઈ ગામી તેમ જ શ્રમિકો સહીત પાંચ દટાયા હોવાની માહિતી સુત્રોમાંાૃથી મળી હતી જેમાંાૃથી બે શ્રમિકોને બચાવી લેવામાં સફળતા મળી છે તો લેબ ટેક્નીશીયન સહીત ત્રણ વ્યક્તિ હજુ દટાયેલી  હોવાને પગલે રેક્સ્યું ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.  

બપોરે લગભગ પોણા ત્રણ વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો અને દટાયેલા લોકોને બહાર કાઢવા ક્રેન અને કટર સહિતના સાાૃધનોની મદદાૃથી મોડી સાંજ સુાૃધી રેક્સ્યુ ઓપરેશન ચાલુ રહ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3acnSfi

0 Response to "મોરબી નજીક દુર્ઘટના, 3 શ્રમિકો દટાયા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel