ગ્રામ્ય વિસ્તારોમાં ધમધમતા ઔદ્યોગિક એકમો પ્રદૂષણ ફેલાવતા હોવાથી રજૂઆત
બગોદરા, તા. 11 ફેબ્રુઆરી, 2021, ગુરૂવાર
અમદાવાદ જીલ્લાના નેશનલ હાઈવે સહિત મુખ્ય માર્ગો પર અનેક ખાનગી ઔદ્યોગિક એકમો આવેલા છે જેમાં અમુક એકમો દ્વારા મોટાપાયે હવાનું પ્રદુષણ કરવામાં આવી રહ્યું છે ત્યારે આ વિસ્તારની હવાનું પ્રદુષણ માપવાની સીસ્ટમ લગાવવામાં આવે તેવી બાવળાના સામાજીક કાર્યકરે જીલ્લા કલેકટરને લેખીત રજુઆત કરી હતી.
આ અંગે રજુઆતમાં જણાવ્યા મુજબ અમદાવાદ જીલ્લામાં જીઆઈડીસીએ તેમજ ખાનગી ઔદ્યોગિક એકમો મોટીસંખ્યામાં વર્ષોથી ધમધમી રહ્યાં છે અને અંદાજે ૪૦૦૦થી વધુ કંપનીઓ આવેલી છે ત્યારે જીલ્લાના નાના-નાના તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મોટાપાયે કંપનીઓ દ્વારા હવાનું પ્રદુષણ ફેલાવામાં આવી રહ્યું છે. જેમાં સનાથલથી બગોદરા તેમજ શાંતીપુરાથી વિરમગામ સુધીમાં હવા પ્રદુષણના નિયંત્રણ માટે ગુજરાત પ્રદુષણ પાસેથી ચોવીસ કલાક હવાનું પ્રદુષણ માપવાની સીસ્ટમ લગાવીને તેની કાર્બનડાઈર્કોસાઈડ, ઓક્સીજન માટે જાહેર કરાવવા તેમજ એરમોનીટરીંગ સીસ્ટમ હાઈવે ઉપર લગાવવાની માંગ કરી હતી. આ ઉપરાંત દિવસ તેમજ રાત્રીના જીઈબી, યુજીવીસીએલના પાવર રેઈટમાં મોટા ઉદ્યોગોને જે લાભો આપવામાં આવે છે તેના કારણે રાત્રીના સમયે મોટાપાયે હવાનું પ્રદુષણ થાય છે. આ અંગે અનેક વખત જીપીસીબી ગ્રામ્યમાં રજુઆત કરી હોવા છતાં કોઈપણ જાતનો યોગ્ય જવાબ મળતો નથી આથી અને ગ્રામ્ય વિસ્તારમાં વસતા પશુપક્ષીઓ તેમજ માનવજીવનને મોટાપાયે હવાનું પ્રદુષણ સહન કરવાનો વારો આવી રહ્યો છે આથી અમદાવાદ જીલ્લા ઔદ્યોગિક વિસ્તારના હાઈવે ઉપર એર મોનીટર સીસ્ટમ લગાવવામાં આવે તેવી બાવળાના સામાજીક કાર્યકર પ્રફુલભાઈ મહેતાએ જીલ્લા કલેકટરને લેખીત રજુઆત કરી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jIm80n
0 Response to "ગ્રામ્ય વિસ્તારોમાં ધમધમતા ઔદ્યોગિક એકમો પ્રદૂષણ ફેલાવતા હોવાથી રજૂઆત"
Post a Comment