પૂર્વ કચ્છમાં ૭૨૬ હથિયારો જમાઃ ૩૬૪૮ સામે અટકાયતી પગલા ભરાયા, ૧૬ પાસામાં
ભુજ,રવિવાર
આગામી રવિવારે કચ્છમાં નગર૫લિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાનાર છે. ચૂંટણી દરમિયાન કાયદો-વ્યવસૃથા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા અગમચેતીના ભાગરૃપે પગલા ભરવામાં આવતા હોય છે. ત્યારે, આ ચૂંટણી પણ શાંતિપૂર્ણ યોજાય તે માટે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ગુનેગારો સામે કડક હાથે પગલા ભરવામાં આવ્યા હતા. આ કામગીરીના ભાગરૃપે લાયસન્સ ધરાવતા હિાથયાર જમા કરાવવામાં આવ્યા હતા ઉપરાંત નાસતા ફરતા આરોપીઓને પકડી પડાયા અને બિનજામીનપાત્ર વોરંટની પણ બજવણી કરવામાં આવી હતી.
રેન્જ આઈ.જી.પી. જે.આર.મોથાલીયાની સુચના હેઠળ પૂર્વ કચ્છ પોલીસ વડા મયુર પાટીલના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ, અંજાર, ભચાઉ ડીવીઝન હેઠળના પોલીસ માથકો દ્વારા ચૂંટણીલક્ષી કાર્યવાહી કરાઈ હતી. આ કામગીરી અંતર્ગત પૂર્વ કચ્છ પોલીસ વિભાગ હેઠળ આવતા જુદા જુદા પોલીસ માથકોમાં લાયસન્સ ધરાવતા કુલ ૭૨૬ જેટલા હિાથયારો જમા કરાવવામાં આવ્યા હતા. નાસતા ફરતા ૫૪૧માંથી ૭૨ને પકડી પાડવામાં આવ્યા હતા. ઉપરાંત ૬૬૮ બિનજામીન પાત્ર વોરંટની બજવણી કરવામાં આવી હતી.
ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ૩૬૪૮ સામે અટકાયતી પગલા ભરાયા હતા. ૧૬ લોકોને પાસામાં અને ૧૦ ને તડીપાર કરાયા હતા. પોલીસના જણાવ્યાનુસાર મુખ્ય ચેક પોસ્ટ આડેસર અને સુરજબારી ઉપરાંત ૧૧ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેક પોસ્ટ ઉભી કરવામાં આવી છે. જેમાં ૧૦૧૩૦ વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યુ હતુ. ૧૦ વાહનોમાં વાંધાજનક વસ્તુઓ મળી આવતા આગળની કાયદાકીય કાર્યવાહી કરાઈ હતી. પોલીસ દ્વારા હિસ્ટ્રીશીટર અને એમસીઆરની ચેકિંગ પણ કરાઈ હતી.
તેમજ ચૂંટણીને અનુલક્ષીને દેશી-વિદેશી દારૃની રેલમછેલ ન થાય તે માટે ૧૫૧ બુટલેગરો પર દરોડાની કામગીરી પણ કરાઈ હતી. વધુમાં ૩ જુગારીઓ પણ રેડ કરાઈ હતી. જેમાં, ૩૬,૩૨,૭૭૦નો વિદેશી દારૃ, ૨૮૩૨૦નો દેશી દારૃ અને વાહનો મળીને કુલ ૬૬,૯૮,૨૯૦નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. સૃથાનિક સ્વરાજયની ચૂંટણી શાંતિપૂર્ણ યોજાય તેના ભાગરૃપે પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aHQXza
0 Response to "પૂર્વ કચ્છમાં ૭૨૬ હથિયારો જમાઃ ૩૬૪૮ સામે અટકાયતી પગલા ભરાયા, ૧૬ પાસામાં"
Post a Comment