રત્નાકર બેંક લી. કૌભાંડનો કેસ હવે ચાલશે : સ્પે.પી.પી.ની નિમણુંક કરાઈ
ભુજ,રવિવાર
રત્નાકર બેંક લીમીટેડ (મહારાષ્ટ્ર)ના કરોડો રૃપિયાના કૌભાંડના ગુનામાં સીઆઈડી ક્રાઈમ તરફે સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે કલ્પેશ ગોસ્વામીની નિમણુંક કરવામાં આવી છે. આ આાથક કૌભાંડની ગંભીરતા અને કે.ડી.સી.સી.બેંક સાથે કૌભાંડ નજરે અદાલત સમક્ષ કાયદાકીય રીતે વ્યવસિૃથત અને મજબુત પેરવી કરવા માટે સી.આઇ.ડી.ક્રાઇમ દ્વારા કચ્છના ડીસ્ટ્રીક્ટ ગર્વમેન્ટ પ્લીડર અને ધારાશાી કલ્પેશ સી.ગોસ્વામી ના નામની પ્રપોઝલ રાજયના ગૃહ વિભાગને મોકલવામાં આવેલી હતી. રાજય સરકાર દ્વારા ગૃહ વિભાગ અને કાયદા વિભાગ સાથે પરામર્શ કરીને આ તમામ ગુન્હાઓમાં તેમની ખાસ જાહેરનામું બહાર પાડીને સ્પેશીયલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે નિમણુંક કરવામાં આવેલ છે.
કૌભાંડની ગંભીરતા જોઈે સી.આઇ.ડી. ક્રાઇમ દ્વારા ધારાશાીના નામની દરખાસ્ત રાજયના ગૃહ વિભાગને મોકલવામાં આવી હતી
આ કરોડો રૃપિયાના કૌભાંડની વાત કરીએ તો મહારાષ્ટ્ર રાજયની રત્નાકરબેંક લીમીટેડ બેંકમાંથી કચ્છ જિલ્લાના નખત્રાણા, લખપત અને અબડાસા તાલુકાના નાના-મોટા બોગસ ૧૧૯ ખેડુતોના નામે અબડાસા તાલુકા િધરાણ અને બચત મંડળી બનાવી અને તેનું એકાઉન્ટ કે.ડી.સી.સી.બેંક નલીયા બ્રાન્ચમાં ખોલાવેલું. આ મંડળી કચ્છ જિલ્લામાં મેંગોની ખેતી માટે મેંગો કલ્ટીવેશન પ્લાન્ટ કરવા માંગે છે. આવી હકિકત આાધારે અબડાસા તાલુકા િધરાણ અને બચત મંડળીએ રત્નાકર બેંક લીમીટેડ મહારાષ્ટ્રની મેઇન બ્રાન્ચમાંથી કરોડો રૃપિયાની પાક િધરાણ માટેની લોન મેળવેલી. આ મંડળીના પ્રમુખ તરીકે જંયતીલાલ જેઠાલાલ ઠકકર ઉર્ફે ડુમરા અને મંત્રી તરીકે ગીરીરાજસિંહ કનુભા જાડેજા હતાં. (આ બન્ને કે.ડી.સી.સી.બેંકના કરોડો રૃપિયાના કૌભાંડના પણ આરોપીઓ છે.) આ લોનમાં બોગસ ખેડુતો વતી ગેરંટર તરીકે મુંબઇની પેઢી ભદ્રેશ ટ્રેડીંગ કોર્પોરેશન જેના ચેરમેન ભદ્રેશ વસંતભાઇ મહેતા કે જેઓ કોટન કિંગ તરીકે ઓળખાય છે, તે ખુદ, તેમના પત્ની હીનાબેન ભદ્રેશ મહેતા અને પુત્ર પાર્થ ભદ્રેશ મહેતા જેઓ આ કંપનીના ડાયરેકટર તરીકે છે તેઓ ગેરંટર તરીકે રહેલાં. આર.બી.એલ.બેંક મુંબઇ મુખ્ય બ્રાન્ચમાંથી પાક િધરાણ અને મેંગો કન્ટીવેશન આૃર્થે રૃપિયા ૩૦ કરોડની લોન મંજુર થયા બાદ, આ લોન અબડાસા તાલુકા િધરાણ અને બચત મંડળીના બેંક એકાઉન્ટ કે.ડી.સી.સી.બેંક નલીયા ખાતે જમા થયેલ. જે રકમ સમયાંતરે ઝડપાથી મંડળીના પ્રમુખ અને મંત્રી તરફાથી ભદ્રેશ ટ્રેડીંગ કોર્પોરેશન લીમીટેડના બેંક એકાઉન્ટમાં આર.ટી.જી.એસ.મારફતે નલીયા બ્રાન્ચના મેનેજર સંજય ત્રિપાઠીની મદદાથી ટ્રાન્સફર કરવામાં આવેલ. જંયતી ઠકકર તે સમયે કે.ડી.સી.સી.બેંકમાં ડાયરેકટર હતો. જયારે આર.બી.એલ.બેંક તરફાથી લોન મંજુર કરતા સમયે તમામ ડોકયુમેન્ટસના વેરીફીકેશન માટે આર.બી.એલ. બેંકના લોન ડિપાર્ટમેન્ટ એન્ડ એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટના બે મેનેજર કક્ષાના ઓફીસર પ્રતીક શાહ અને મનીષકુમાર શાહ દ્વારા રેકર્ડ પર ખોટું વેરીફીકેશન કરી બેંકની વિરુધૃધમાં, અબડાસા તાલુકા િધરાણ અને બચત મંડળી અને ભદ્રેશ ટ્રેડીંગ કોર્પોરેશન તેમજ અર્પીત ઇન્ટરનેશનલ-મુંબઇને નાંણાકિયરીતે મદદ કરવા અને પોતે આાથક લાભ લેવાના હેતુાથી તમામ આરોપીઓ સાથે કાવતરુ કરેલું. ફંડ પૈકીના ઘણા બાધા ચેક જંયતી ઠકકર,ગીરીરાજસિંહ જાડેજા અને ભદ્રેશ મહેતાના મળતીયાઓ ચેતન વીનોદભાઇ ભીંડે અને મામદ સુમાર કુંભારના બેંક એકાઉન્ટ ચેક મારફતે પણ જંયતી ઠકકરની અર્પીત ઇન્ટરનેશનલ,મુંબઇ અને ભદ્રેશ મહેતાની ભદ્રેશ ટ્રેડીંગ કોર્પોરેશન નામની કંપનીમાં પણ ટ્રાન્સફર કરવામાં આવેલા. ચેતન ભીંડે(ઠકકર)એ નલીયા ગેંગરેપ કેસનો આરોપી છે જયારે મામદ સુમાર કુંભાર એ પણ કે.ડી.સી.સી.બેંકના સી.આઇ.ડી.ક્રાઇમના આાથક કૌભાંડના કેસોનો આરોપી છે. આ તમામ લોકોએ ગુનાહિત કાવતરુ કરીને આર.બી.એલ.બેંક સમક્ષ બોગસ દસ્તાવેજો બનાવી, રજુ કરી, બેંક સાથે ઠગાઇ, છેતરપીંડી અને વિશ્વાસઘાત કરીને કરોડો રૃપિયાનું િધરાણ બેંકમાંથી મેળવી અંગત ઉપયોગ માટે વાપરેલું. આ કૌભાંડ જાગૃત લોકોના ધ્યાન પર આવતાં તેમણે સી.આઇ.ડી.ક્રાઇમ, ગુજરાત સમક્ષ અરજી કરતાં આ અરજીની તપાસ દરમ્યાન આખુ કૌભાંડ પ્રકાશમાં આવેલ છે. તપાસ બાદ કોટનકીંગ ભદ્રેશ મહેતા અને જંયતીલાલ જેઠાલાલ ઠકકર ડુમરાવાળા સહિત ભદ્રેશ મહેતાના પત્ની,પુત્ર આર.બી.એલ.બેંક મુંબઇના બે અિધકારી પ્રતીક શાહ અને મનીષકુમાર શાહ, કે.ડી.સી.સી.બેંકના મેનેજર સંજય ત્રિપાઠી તેમજ ચેતન ભીંડે, ગીરીરાજસિંહ જાડેજા અને મામદ કુંભાર સામે ઇન્ડીયન પીનલ કોડની કલમ ૧ર૦(બી), ૪૦૬, ૪૦૯, ૪ર૦,૪૬પ,૪૬૭,૪૬૮,૪૭૧ અને પ્રિવેન્સન ઓફ કરપ્સન એકટની કલમ ૧૩(ર) મુજબ તમામ આરોપીઓ સામે સી.આઇ.ડી.ક્રાઇમના ડિટેકટીવ પોલીસ ઇન્સ્પેકટરે રાજય સરકાર તરફે ફરીયાદ બનીને ગુનો દાખલ કરાવેલ છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qLVWEM
0 Response to "રત્નાકર બેંક લી. કૌભાંડનો કેસ હવે ચાલશે : સ્પે.પી.પી.ની નિમણુંક કરાઈ"
Post a Comment