કચ્છ ભાજપના સંગઠનમાંથી ૪૪ લોકોને હોદ્દા છોડવાની ફરજ પડી
ભુજ,રવિવાર
સૃથાનિક સ્વરાજયની ચૂંટણી લડતા અને સંગઠનમાં હોદો ધરાવતા અનેક કાર્યકર્તાઓએ સંગઠનના હોદા પરાથી રાજીનામુ આપ્યુ છે. જે સંગઠન રચના માટે આંતરિક છુપો વિવાદ થયો હતો તેવા ૪૪ જેટલા હોદેદારોને પદ છોડવાની ફરજ પડી છે.
કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, તાજેતરમાં જ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા નિયત થયેલી માર્ગદર્શિકા અનુસાર સૃથાનિક સ્વરાજયની ચૂંટણી લડી રહેલા ઉમેદવારો જો સંગઠનમાં અન્ય કોઈ હોદો ધરાવતા હશે આૃથવા તેમના પરિવારના સદસ્ય પણ જો સંગઠનના હોદેદાર હશે તો તેમણે સંગઠનના એ પદ પરાથી રાજીનામું આપવુ પડશે. આ નવી માર્ગદર્શિકા અનુસાર કચ્છમાંથી ચૂંટણી લડી રહેલા ભાજપના અનેક કાર્યકર્તાઓ આૃથવા તેમના પરિવારજનો દ્વારા તેમના સંગઠનના પદ પરાથી પક્ષને રાજીનામું સુપરત કરવામાં આવ્યુ છે.
ઉલ્લેખનિય છે કે, ભાજપમાં થોડા સમય પૂર્વે નવા સંગઠનની રચના કરવામાં આવી હતી તે સમયે આંતરિક વિખવાદ થયો હતો પરિણામે ઘણા વિસ્તારોમાં નવી રચનાને અટકાવી દેવાની ફરજ પડી હતી. ત્યારબાદ પ્રદેશ ભાજપનું સી.આર.પાટીલે સુકાન સંભાળતા કચ્છમાં પણ આ નવી રચના શકય બની હતી. અને જિલ્લા ભાજપના પ્રમુખની ઈચ્છા મુજબ સંગઠન રચવામાં આવ્યુ હતુ. પરંતુ, નવી રચનામાં સમાવિષ્ટ થયેલા આ ૪૪ હોદેદારોને ચૂંટણીના કારણે હોદો છોડવાની ફરજ પડી છે. કેમ કે, સૃથાનિક સ્વરાજયની ચૂંટણી માટેના નામો જાહેર થયા બાદ પ્રદેશ પ્રમુખે સ્પષ્ટ નિર્દેશો આપ્યા હતા કે, જેમને ચૂંટણી લડવી હોય તેઓ બે હોદા પર નહિં રહી શકે. તેમને રાજીનામા આપવા પડશે.
આ રાજીનામા સૌથી વધુ ગાંધીધામ વિસ્તારમાંથી પડયા છે. આગામી સમયમાં હવે તેમના સૃથાને નવા ચહેરાઓને તક મળી શકશે. ત્યારે, હવે બની શકે કે જુના ચહેરાઓને કદાચ લાંબા સમય સુાધી વિરામ લેવો પડે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aFOKof
0 Response to "કચ્છ ભાજપના સંગઠનમાંથી ૪૪ લોકોને હોદ્દા છોડવાની ફરજ પડી"
Post a Comment