દેશના ૧ર મહાબંદરોનું સંચાલન હવેથી મેજર પોર્ટ ઓથોરિટી કરશે !

દેશના ૧ર મહાબંદરોનું સંચાલન હવેથી મેજર પોર્ટ ઓથોરિટી કરશે !

ગાંધીધામ, તા. ર૧,

સરકારના નવા કાયદા અનુસાર મેજર પોર્ટ એક્ટ નાબુદ કરવામાં આવ્યા બાદ હવે મેજર પોર્ટ ઓાથોરીટીઝ સરકારી બંદરોનું સંચાલન કરશે. આ નવા કાયદાનો કર્મચારીઓ અને યુનીયનો દ્વારા છેલ્લા બે વર્ષાથી સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે પરંતુ સરકાર દ્વારા આ ખરડાને બન્ને ગૃહોમાં મંજુરી બાદ કાયદાનું સ્વરુપ આપી દેવામાં આવતાં કામદાર યુનીયનોએ રસ્તા પર ઉતરી આવવાની અને મહાબંદરોએ કામકાજ ખોરવી નાખવાની ચીમકી આપી હતી.

મોદી સરકાર દ્વારા મેજર પોર્ટ એક્ટ-૧૯૬૩ ના કાયદાને રદ્દ કરી, મેજર પોર્ટ ઓાથોરીટીનો નવો કાયદો લાવવામાં આવ્યો છે. આ કાયદા અનુસાર, સરકારી પોર્ટ પર ખાનગી બંદરો જેવું વાતાવરણ સર્જી, અત્યાર સુાધીની મંજુરીઓની જટીલ પ્રક્રિયાઓમાંથી બંદરોને મુક્ત કરવાની વાત થઈ રહી છે. બન્ને ગૃહોમાં આ કાયદો પસાર થઈ જતાં રાષ્ટ્રપતિ દ્વારા પણ તેને સહી બાદ બહાલી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, મહાબંદરોને ખાનગી હાથોમાં જતું બચાવવાના પ્રયાસરુપે કામદાર યુનીયનોએ આ બાબતનો ભારે વિરોધ નોંધાવ્યો હતો. અનેક કામદાર ફેડરેશન-યુનીયનો દ્વારા સરકારમાં રજુઆતો કરાઈ હતી. તાજેતરમાં ધોરડો ખાતે સફેદ રણમાં દેશના મહાબંદરોના પદાિધકારીઓની સમીટમાં શિપિંગ રાજ્યમંત્રી મનસુખ માંડવીયાએ પણ આ બાબતે ફેરવિચારણા કરવાની કંડલાના અમુક સંગઠનોની રજુઆત બાદ જણાવ્યું હતું પરંતુ એ પછી પણ આ કાયદો લાવવામાં આવ્યો છે. શિપિંગ મંત્રાલય તરફાથી જારી થયેલ ગવર્નમેન્ટ ગેઝેટ અનુસાર, આ કાયદાથી ખાનગી બંદરો સાથેની સ્પાર્ધામાં ટકી રહેવા, દરેક બંદરોને સમાન તક (લેવલ પ્લેઈંગ ફિલ્ડ) ઉપલબૃધ કરાવવાનું લક્ષ્ય છે. બીજી તરફ પીપીપી મોડેલને આગળ ધરી, પોર્ટ પ્રશાસન તકો વાધારી શકશે. દીન દયાળ પોર્ટ ટ્રસ્ટ, કંડલા હવેાથી દીન દયાળ પોર્ટ ઓાથોરીટી બની જશે અને તેને અત્યાર સુાધી દરેક નિર્ણય બાબતે શિપિંગ એક્ટ હેઠળ આગળ વાધવાની ફરજ પડતી હતી તે હવે સૃથાનિક લેવલાથી જ મેળવી લેવામાં આવતાં, નિર્ણયોમાં ઝડપ આવશે એવી બાંહેાધરી આપવામાં આવી છે તો બીજી તરફ, પીપીપી મોડેલ સર્વત્ર નાકામીયાબ રહ્યું હોવા છતાં આ નવા કાયદામાં તેને પ્રાધાન્ય આપવામાં આવતાં કામદાર સંગઠનોમાં તેનો વિરોધ થઈ રહ્યો છે અને આવનારા દિવસોમાં મહાબંદરો ખાનગીકરણના માર્ગે વળી જાય તેવી આશંકા વ્યક્ત કરી, આ કાયદાનો વિરોધ કરી, આગામી દિવસોમાં બંદરો પરનું કામકાજ ખોરવી નાખવાની ચીમકી પણ આપવામાં આવી છે. કામદારોના હિતો આાથી ઘવાશે તેવી આશંકા ગાંધીધામ ખાતે યુનીયનના હોદેદાર રાણા વિસરીયાએ પણ જણાવી હતી.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ukR4IY

0 Response to "દેશના ૧ર મહાબંદરોનું સંચાલન હવેથી મેજર પોર્ટ ઓથોરિટી કરશે !"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel