Junagadh : 1 વર્ષીય પુત્ર-માતાનું શંકાસ્પદ મોત, પતિએ શું કર્યો ખુલાસો?

Junagadh : 1 વર્ષીય પુત્ર-માતાનું શંકાસ્પદ મોત, પતિએ શું કર્યો ખુલાસો?

જૂનાગઢઃ કેશોદના સાંગરસોલા ગામે માતા -પુત્રનું શંકાસ્પદ મોત થતાં ચકચાર મચી ગઈ છે. પતિ બહારગામ જતાં માતાએ એક વર્ષના પુત્ર સાથે આત્મહત્યા કરી લેતા નાના એવા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બંનેને 108 મારફત સિવિલ હોસ્પિટલ ખસેડાયાં હતાં, જયાં ડોક્ટરે મૃત જાહેર કર્યા હતાં. ઘટનાની જાણ થતાં મામલતદાર, પોલીસ સહિતનો સ્ટાફ હોસ્પિટલ દોડી આવ્યો હતો.

આ અંગેની વિગતો એવી છે કે, રેખાબેન જગદિશભાઈ સોનારા(ઉં.વ.30) અને એક વર્ષીય પુત્ર ભવ્યનું શંકાસ્પદ મોત થયું છે. પત્ની રેખાબેનના કહેવાથી પતિ જગદિશભાઇ સોનારા બહારગામ લૌકિક ક્રિયા માટે ગયા હતાં. ત્યાંથી તેઓ પરત ફરતાં પત્ની ઘરના લાકડાંના થાંભલામાં લટકતી હતી, જ્યારે પુત્ર ભવ્યનું પારણામાં મોત થયું હતું.

પોલીસને બંનેના મોત શંકાસ્પદ જતાં તેમને કેશોદ પેનલ પીએમ માટે ખસેડાયા હતા. અહીં તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. પોલીસ પૂછપરછમાં પતિએ પત્નીને માનસિક તકલીફ હોવાનું જણાવ્યું હતું. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી વધુ વિગતો સામે આવી શકે છે.

Junagadh : પત્નીએ જ વકીલ પતિની છરીના ઘા મારીને કરી નાંખી હત્યા, કારણ જાણીને ચોંકી જશો

જૂનાગઢઃ જુનાગઢમાં વકીલની હત્યાનો મામલે ચોંકાવનારી હકીકત સામે આવી છે.  વકીલ નિલેશ દાફડા નામના વકીલની ગઈ કાલે હત્યા થઈ હતી. હવે વકીલની પત્નીએ જ હત્યા કર્યાનું સામે આવતાં ખભળાટ મચી ગયો છે. પત્નીએ જ ઘર કંકાસને કારણે કંટાળીને પત્નીની હત્યા કરી નાંખ હતી.

પતિ દારૂ પીને મારઝૂડ કરી ત્રાસ આપતો હોવાવાની પોલીસ પાસે પત્નીએ કબૂલાત કરી હતી. પોલીસે પતિની હત્યા કરનારી પત્નીની ધરપકડ કરી છે.  જૂનાગઢના મંગલધામ 2માં રહેતા યુવા વકિલની તેમના ઘરમાં જ મોડી રાત્રીના છરીથી ગળા પર અસંખ્યા ઘા મારી હત્યા કરવામાં આવતા શહેરભરમાં સનસનાટી મચી જવા પામી હતી.

મધુરમ સ્થિત મંગલધામ 2માં રહેતા અને વ્યવસાયે વકિલાત કરતા 35 વર્ષીય નિલેશ દાફડાની તેના ઘરમાં જ  હત્યા કરી દેવાઇ હતી. મૃતક વકીલ પત્ની કાજલ અને 5 વર્ષના પુત્ર તેમજ 2 વર્ષની પુત્રી સાથે રહેતો હતો. તેમના પિતાનું 17 એપ્રિલ 2021ના ન્યુમોનિયાથી અવસાન થયું હતું. જ્યારે માતા અલગ મકાનમાં રહે છે.

from gujarat https://ift.tt/3tnjHVO

0 Response to "Junagadh : 1 વર્ષીય પુત્ર-માતાનું શંકાસ્પદ મોત, પતિએ શું કર્યો ખુલાસો?"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel