કચ્છમાં કઈ કઈ બે મોટી કોલેજો શરૂ કરવાની મુખ્યમંત્રી રૂપાણીએ કરી જાહેરાત ?

કચ્છમાં કઈ કઈ બે મોટી કોલેજો શરૂ કરવાની મુખ્યમંત્રી રૂપાણીએ કરી જાહેરાત ?

કચ્છઃ કિસાન સન્માન દિવસ નિમિત્તે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે, ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં પાણીના ટીપા માટે પણ લોકો મરતા હતાં અને  રમખાણો થતાં હતાં.તેમમે જાહેરાત કરી કે,  કચ્છમાં ટૂંક સમયમાં કૃષિ કોલેજ શરૂ થશે અને કચ્છમાં વેટરનીટી કોલેજ પણ શરૂ થશે.

મોદી સરકારે બનાવેલા ખેડૂત કાયદાનો બચાવ કરતાં રૂપાણીએ કહ્યું કે,  નવા કૃષિ કાયદા ખેડૂતોના હિતમાં છે તેથી નવા કૃષિ કાયદાથી કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું છે. તેમણ કહ્યું કે,  કોંગ્રેસે ખેડૂતોના નામે મગરના આંસુ સર્યા છે અને હજુ સારે છે. કોંગ્રેસના શાસનમાં ખેડૂત દેવાદાર બન્યો કેમ કે કોંગ્રેસના શાસનમાં ખેડૂતો પાસેથી 18 ટકા વ્યાજ લેવાતુંહતું. કોંગ્રેસનો પંચાયતોમાં સફાયો થયો કેમ કે તમે ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે. રૂપાણીએ કટાક્ષ કર્યો કે, કોંગ્રેસ સરકારે ભૂતકાળમાં એક વાર ખેડૂતોનું દેવું માફ કર્યું હતું પણ કોનું દેવું માફ થયું અને કોનું ના થયું તે ભગવાન જાણે. મુખ્યમંત્રીએ કહ્યું કે, પાક વિમો માંગવા આવેલા ખેડૂતો ઉપર કોંગ્રેસે ગોળીઓ છોડી હતી અને કોંગ્રેસના શાસનમાં ખેડૂત આત્મહત્યા કરતો હતો.

રૂપાણીએ કચ્છી ભાષામાં સંબોધનની શરૂઆત કરી હતી અને કહ્યું કે, આ કોઈ ઉજવણી નથી, આ સેવા યજ્ઞ છે. કોંગ્રેસે ક્યારેય ટેકાના ભાવથી ખેડૂતોની ઉપજ ખરીદી ન હતી. અમારી સરકારે 5 વર્ષમાં રૂ. 19 હજાર કરોડ રૂપિયાની ટેકાના ભાવે ખરીદી કરી છે. છેલ્લા 25 વર્ષમાં અમારી સરકારે ખેતીની વીજળીના ભાવ વધાર્યા નથી. બાકી તો રાત્રે વાળું કરવા લોકો બેસે ત્યારે લાઈટ ન હોય તેવા દિવસો કોંગ્રેસના શાસનમાં હતા. ભાજપ સરકાર આવી ત્યારથી જ્યોતિર્ગ્રામ યોજના લાગુ કરી. તેમણે કહ્યું કે, કોંગ્રેસના શાસનમાં સિંચાઇની કોઈ યોજના ન હતી અને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં દુષ્કાળના દિવસો લોકો ભૂલ્યા નથી.  અત્યારે એ સ્થિતી નતી કેમ કે અમે તમામ વિસ્તારમાં સિંચાઈ અને પીવાનું પાણી પહોચાડ્યું છે.

તેમણ કહ્યું કે, કચ્છ માટે હવે સોનાના દિવસોની શરૂઆત થઈ છે અને પાણી વગરનું નહિ હવે પાણીદાર કચ્છ છે. ભૂતકાળમાં પાણીના ટીપાં માટે લોકો મરતા હતા, રમખાણો થતા હતા તે કોંગ્રેસનું શાસન હતું પણ હવે ભાજપનું શાસન છે. તેમમે જાહેરાત કરી કે, કચ્છમાં ટૂંક સમયમાં કૃષિ કોલેજ શરૂ થશે અને કચ્છમાં વેટરનીટી કોલેજ પણ શરૂ થશે.

from gujarat https://ift.tt/3jvkcc2

0 Response to "કચ્છમાં કઈ કઈ બે મોટી કોલેજો શરૂ કરવાની મુખ્યમંત્રી રૂપાણીએ કરી જાહેરાત ?"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel