
પ્રવીણ રામનો હુંકારઃ 'આવી હજાર FIR થાય તો પણ મને ફરક પડતો નથી, હુમલાખોરો ભાજપના કાર્યકરો છે'
<p><strong>જૂનાગઢઃ </strong>લેરિયા ગામ ખાતે હુમલા બાબતે તમામ માંગણીઓ સ્વીકારતા સુખદ અંત આવ્યો છે. સામા પક્ષે પ્રવીણભાઈ રામ અને અન્ય ૨ વ્યક્તિઓ ઉપર ફરિયાદ નોધાવામાં આવી છે. સરકારને મારાથી એટલો બધો શું ડર લાગવા મડ્યો કે મારા ઉપર ખોટી ફરિયાદ નોંધાવી પડી, તેમ પ્રવીણ રામે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, સરકાર તપાસ કરાવે અને હું સહકાર આપવા તૈયાર છું. આવી ખોટી 1000 ફરિયાદ કરે તો પણ હું ડરવાનો નથી. ગુજરાતની જનતાના હીત માટે ગોળી ખાવી પડે તો પણ મારી તૈયારી. હું સમગ્ર ઘટનામાં ગાડીથી નીચે ઊતર્યો નથી પરંતુ સરકાર પર પ્રહારો કર્યો એ સરકારને ના ગમ્યું.</p>
from gujarat https://ift.tt/3w3Bf9a
from gujarat https://ift.tt/3w3Bf9a
0 Response to "પ્રવીણ રામનો હુંકારઃ 'આવી હજાર FIR થાય તો પણ મને ફરક પડતો નથી, હુમલાખોરો ભાજપના કાર્યકરો છે'"
Post a Comment