હવામાન વિભાગની આગાહી પ્રમાણે ક્યાં શરૂ થયો વરસાદ? ગુરુ પૂર્ણિમા પર દર્શને આવેલા ભક્તો ભીંજાયા

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ક્યાં શરૂ થયો વરસાદ? ગુરુ પૂર્ણિમા પર દર્શને આવેલા ભક્તો ભીંજાયા

શામળાજીઃ હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે અરવલ્લી જિલ્લામાં વરસાદનો આગમન થયું છે.  યાત્રાધામ શામળાજીમાં મેઘમહેર થઈ હતી. ગુરુપૂર્ણિમા નિમિત્તે દર્શને આવેલા ભક્તોને મેઘરાજાએ ભીંજવ્યા હતા. વરસાદની આગાહી મુજબ ઝરમર વરસાદ શરુ થયો છે. ગુરુપૂર્ણિમા નિમિત્તે મંદિર પર મેઘરાજાનો જળાભિષેક થયો છે.

વડોદરામાં અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે. નિઝામપુરા, ફતેહગંજ, સમા, છાણી, હરણી, આજવા રોડ, વાઘોડિયા રોડમાં વરસાદ  શરૂ થયો છે. સતત ગરમી અને બફારા બાદ વરસાદ શરૂ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 41 તાલુકામાં માત્ર 1 ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો. સૌથી વધારે વલસાડના કપરાડામાં 1 ઈંચ વરસાદ ખાબક્યો હતો. છોટા ઉદેપુરના બોડેલી અને પાવી જેતપુરમાં 0.9, કચ્છના ગાંધીધામમાં 0.8, કચ્છના અંજાર, છોટા ઉદેપુરના કવાંટમાં અડધો ઈંચ વરસાદ થયો હતો.

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી 5 દિવસ સારા વરસાદની આગાહી કરી છે. આગામી પાંચ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવો વરસાદ પડી શકે છે. સાથે જ 25 જુલાઈના રોજ ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત, વલસાડ, ડાંગમાં ભારેથી અતિભારે વરસાત પડી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે.

24 જુલાઈના રોજ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, આણંદ, દાહોદ, મહીસાગર, ભરૂચ, ડાંગ, તાપી, જામનગર, મોરબી, દ્વારકાને કચ્છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

25 જુલાઈના રોજ ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, રાજકોટ, અમરેલી, ભાગનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી.

26 જુલાઈના રોજ નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, બનાસકાંઠા, પાટણ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથમાં ભારેથિ અતિભારે વરસાદની આગાહી.

from gujarat https://ift.tt/3BEJrAW

0 Response to "હવામાન વિભાગની આગાહી પ્રમાણે ક્યાં શરૂ થયો વરસાદ? ગુરુ પૂર્ણિમા પર દર્શને આવેલા ભક્તો ભીંજાયા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel