9 મે સુધીમાં ગુજરાતને આટલા લાખ રેમડેસિવીર ઇન્જેક્શન મળશે, ગુજરાત સરકારનું હાઈકોર્ટમાં સોગંદનામું

9 મે સુધીમાં ગુજરાતને આટલા લાખ રેમડેસિવીર ઇન્જેક્શન મળશે, ગુજરાત સરકારનું હાઈકોર્ટમાં સોગંદનામું

કોરોના સંક્રમણ મુદ્દે હાઈકોર્ટમાં કેંદ્ર અને રાજ્ય સરકારે સોગંદનામું રજુ કર્યુ છે. હાઈકોર્ટમાં સોગંદનામું રજુ કરતા સરકારે દાવો કર્યો કે રાજ્યની 26માંથી પાંચ યુનિવર્સિટીમાં કોરોનાનું ટેસ્ટીંગ શરૂ થયું છે. તો બાકીની 21 યુનિવર્સિટીના કુલપતિ સાથે નોડલ ઓફિસર ઝડપથી કારર્વાઈ સાથે ચર્ચા કરી રહ્યા છે.

108થી હોસ્પિટલમાં પ્રવેશ મળશે તે નિયમ રદ કરાયો હોવાની કોર્ટને જાણ કરાઈ છે. તો બેડ ઉપલબ્ધ હોય તો કોઈપણ હોસ્પિટલમાં દર્દીને પ્રવેશ માટે ના નથી પડાતી હોવાનો પણ રાજ્ય સરકારે હાઈકોર્ટ સમક્ષ દાવો કર્યો છે. એટલુ જ નહી ગુજરાતને નવ મે સુધીમાં વધુ ત્રણ લાખ સાત હજાર રેમડેસિવીર ઈંજેક્શનનો જથ્થો કેંદ્ર સરકાર તરફથી મળશે. કેંદ્ર સરકારે પહેલી મે 2021ના એક પત્ર લખીને ગુજરાત સરકારે જાણ કરી છે. રેમડેસિવીર ઈંજેક્શનનું વિતરણ ગુજરાત મેડિકલ સર્વિસિસ કોર્પોરેશન લિમિટેડના માધ્યમથી 33 જિલ્લા અને આઠ કોર્પોરેશનમાં વિતરણ કરવામાં આવશે. રેમડેસિવીર ઈંજેક્શનના કુલ સપ્લાયમાંથી અમદાવાદમાં 25.44 ટકા અને અન્ય વિસ્તારોમાં 74.56 ટકા ઈંજેક્શનનું વિતરણ કરવામાં આવ્યું છે. આ ટકાવારીમાં રોજરોજ ફેરફાર થયા કરે છે.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 12820 નવા કેસ નોંધાયા છે. રવિવારે રાજ્યમાં 12978 કેસ નોંધાયા હતા.  રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ ગઈ છે.   નવા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી  વધુ 140 લોકોનાં મૃત્યુ થયા છે.  તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 7648  પર પહોંચી ગયો છે.

રાજ્યમાં ગઈકાલે 11999 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 4,52,275  લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 47 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 147499   પર પહોંચ્યો છે. જેમાંથી 747  લોકો વેન્ટિલેટર પર અને 146752 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.76  ટકા છે.

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 25, સુરત કોર્પોરેશન-10,  વડોદરા કોર્પોરેશન 9, મહેસાણા 3, વડોદરા 5,  ભાવનગર કોર્પોરેશન 5, રાજકોટ કોર્પોરેશ 10,  જામનગર કોર્પોરેશન- 9, સુરત 3,  જામનગર-5,  બનાસકાંઠા 2,  કચ્છ 3, મહીસાગર 1, ગાંધીનગર 0, નવસારી 0, દાહોદ 0,  ખેડા 1, ગાંધીનગર કોર્પોરેશન 2,  જૂનાગઢ કોર્પોરેશન 4,  સાબરકાંઠા 4, ભાવનગર 7,  જૂનાગઢ 5, પાટણ 3, આણંદ 0, રાજકોટ 6,  વલસાડ 1,  ગીર સોમનાથ 0, મોરબી 0, અરવલ્લી 0, પંચમહાલ 0, નર્મદા 0, ભરૂચ 1, અમરેલી 4, છોટા ઉદેપુર 1, સુરેન્દ્રનગર 4, અમદાવાદ 1, દેવભૂમિ દ્વારકા 3, તાપી 1,  પોરબંદર 1,  ડાંગ 0 અને બોટાદ 1 મોત સાથે કુલ 140  લોકોના મોત થયા છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 4616, સુરત કોર્પોરેશન-1309,  વડોદરા કોર્પોરેશન 497, મહેસાણા 493, વડોદરા 439,  ભાવનગર કોર્પોરેશન 431, રાજકોટ કોર્પોરેશ 397,  જામનગર કોર્પોરેશન- 393, સુરત 347,  જામનગર-319,  બનાસકાંઠા 199,  કચ્છ 187, મહીસાગર 169, ગાંધીનગર 162, નવસારી 160, દાહોદ 159,  ખેડા 159, ગાંધીનગર કોર્પોરેશન 155,  જૂનાગઢ કોર્પોરેશન 148,  સાબરકાંઠા 141, ભાવનગર 140,  જૂનાગઢ 132, પાટણ 131, આણંદ 127, રાજકોટ 127,  વલસાડ 125,  ગીર સોમનાથ 120, મોરબી 110, અરવલ્લી 109, પંચમહાલ 108, નર્મદા 103, ભરૂચ 101, અમરેલી 99, છોટા ઉદેપુર 99, સુરેન્દ્રનગર 71, અમદાવાદ 55, દેવભૂમિ દ્વારકા 50, તાપી 49,  પોરબંદર 44,  ડાંગ 26 અને બોટાદ 14  સાથે કુલ 12820 કેસ નોંધાયા છે.

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 99,41,391  લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 26,31,820 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,25,73,211  લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 18થી 44 વર્ષ સુધીના 27,272 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 36,177 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 67,368 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું.

from gujarat https://ift.tt/33a09bh

0 Response to "9 મે સુધીમાં ગુજરાતને આટલા લાખ રેમડેસિવીર ઇન્જેક્શન મળશે, ગુજરાત સરકારનું હાઈકોર્ટમાં સોગંદનામું"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel