સાણંદના નવાપુરા ગામે ધાર્મિક કાર્યક્રમમાં જાહેરનામાના ભંગ બદલ 5 સામે ગુનો

સાણંદના નવાપુરા ગામે ધાર્મિક કાર્યક્રમમાં જાહેરનામાના ભંગ બદલ 5 સામે ગુનો


સાણંદ : સાણંદ તાલુકાના નવાપુરા ગામે બળિયાદેવ મંદિરે ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત નિકળેલી યાત્રામાં સરકારની ગોવિડ ગાઈડ લાઇનનો સરેઆમ ભંગ થતા કાર્યક્રમના આયોજક સહિત પાંચ શખ્સો સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નવાપુરા ગામે બળિયાદેવના મંદિરમાં ધાર્મિક પ્રસંગે લોકોની ભીડ ભેગી કરી સોસીયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાવવામાં આવેલ. સરકારની બહાર પાડેલ ગાઈડ લાઇનનો કોઈ અમલ જોવા મળ્યો ન હતો. ગાઈડ લાઇનમાં પચાસ માણસોની છે પણ અહીંયા તો વધારે સંખ્યામાં લોકોને ભેગા કરી સોસીયલ ડિસ્ટન્સનો અભાવ, માસ્ક ન પહેરવું, ભીડ ભેગી કરવી વગેરે ગાઇડ લાઇનના ભંગ કરવા બાબતે નવાપુરા ગામના ધાર્મિક પ્રસંગના આયોજકો (૧) કૌશિલભાઈ ભીખાભાઈ પટેલ (૨) ધર્મેન્દ્રભાઈ ગોવિંદભાઈ વાઘેલા (૩) દશરથભાઈ રાજુભાઈ ઠાકોર (૪) કિશનભાઈ ખોડાભાઈ ઠાકોર અને ડી.જે. વાળા મહેશભાઈ લક્ષ્મણભાઈ ઠાકોરને પીક બોલેરો સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

આવો કાર્યક્રમ સાણંદ તાલુકાના નિધરાડ ગામે પણ યોજાયો હતો પણ સાંજ સુધી પોલીસ પાસે આ બાબતની કોઈ માહિતી હતી નહિ.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ejDsaV

0 Response to "સાણંદના નવાપુરા ગામે ધાર્મિક કાર્યક્રમમાં જાહેરનામાના ભંગ બદલ 5 સામે ગુનો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel