કચ્છમાં કોરોનાનો કહેર વધતા સ્વૈચ્છિક લોકડાઉનનો ટ્રેન્ડ વધ્યો

કચ્છમાં કોરોનાનો કહેર વધતા સ્વૈચ્છિક લોકડાઉનનો ટ્રેન્ડ વધ્યો

ભુજ, રવિવાર

વૈશ્વિક મહામારીની બીજી લહેર એ કચ્છભરમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે હવે કોરોના સંક્રમીતોની સંખ્યા ઉત્તરોત્તર વાધતા સરહદી આ જિલ્લામાં  સ્વયંભૂ લોકડાઉનનો ક્રેઝ વધ્યો છે. કચ્છના જે ગામડા વાધારે અસરગ્રસ્ત છે ત્યાં સ્વયભૂ લોકડાઉન લાગી રહ્યા છે. ભુજ-અંજાર-ગાંધીધામમાં સરકારે નાઈટ કફર્યુ લગાવ્યો છે. પરંતુ અન્ય વિસ્તારોમાં લોકો કોરોનાના ભયાથી જાતે જ બંધ પાડી રહ્યા છે.

આ અંગેની વધુ વિગતે વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારોમાં વિવિાધ સૃથળો અને સામાજિક સંસૃથાઓ દ્વારા બપોર પછી-સાંજે તો ઘણા વિસ્તારોમાં રાત્રીના ભાગે સ્વયંભૂ મહામારીની ગંભીરતા સમજીને મોટાભાગના દુકાનદાર વેપારીઓ પોતાના ધંધા-રોજગાર બંધ રાખી અપીલને પ્રાધાન્ય આપ્યો હતો. બારડોલી પંથક નખત્રાણામાં પણ વાધતા સંક્રમણ વચ્ચે સવારે ૭ વાગ્યાથી સાંજે ૭ વાગ્યા સુાધી દુકાનો ખુલી રાખવાનો નિર્ણય સરકારી અિધકારી અને વેપારીઓની સાથે મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં પણ પટેલ ચોવીસીના લગભગ ગામોમાં સંક્રમણ વાધતા કોરોનાના ભયના કારણે સમય મર્યાદામાં ધંધા-રોજગાર ધંધા-રોજગાર માટે ધંધાર્થીઓ સહયોગ આપી રહ્યા છે. જો કે સુખપરમાં સ્વયંભૂ કફર્યુના લેવાયેલા નિર્ણયના કારણે નાના વેપારીઓમાં કચવાટ પણ જોવા મળ્યો હતો. એ જ રીતે મુન્દ્રામાં પણ સ્વૈચ્છિક નાઈટ કફર્યુની જાહેરાત થઈ છે. પરંતુ અમુક વિસ્તારોમાં દુકાનો ખુલી જ રહે છે. આવી જ પરિસિૃથતિ અંજાર-ગાંધીધામમાં પણ જોવા મળે છે. જ્યાં રાત્રિ કફર્યુું અમલી છે. પરંતુ દિવસ દરમિયાન લોકડાઉનમાં સંપૂર્ણ વેપારી આલમનો સહયોગ નાથી. આમ હાલત માંડવી અને ભચાઉની છે. જ્યાં રાત્રિ કફર્યુને જબ્બર પ્રતિસાદ નાથી સાંપડતો.

જિલ્લામાં મુખ્યત્વે ભુજ-અંજાર-ગાંધીધામ સહિતના શહેરી વિસ્તારોમાં જેમ સંક્રમણ વાધી રહ્યુ છે તેમ લોકો લાપરવાહ બની રહ્યા છે. અન ગામડાઓમાં સંક્રમણ વાધતા લોકો સતર્ક બની રહ્યા છે.

આમ કચ્છ જિલ્લાના ગામડાઓ હવે તમામ બંધ થઈ રહ્યા છે. તમામ તાલુકામાં આ પ્રકારે સ્વૈચ્છિક લોકડાઉનનું ચલણ શરૃ થયું છે. ભુજ તાલુકાના આહિર પટ્ટીમાં ગંભીર રૃપે કોરોનાએ પગરણ કરતા મમુઆરા, ધાણેટી, પધૃધર, મોખાણા, શારદાનગર, લક્ષ્મીનગર, ડગાળા ઝીંકડી સહિતના ગામોમાં બપોર સુાધી દુકાનો ખુલી રાખવાનો નિર્ણય લેવાયો છે. માંડવી તાલુકાના દશરડી, લુડવા, સહિતના ગામોમાં બપોર બાદ દુકાનો સ્વૈચ્છિક બંધ રાખવામાં આવશે. જ્યારે જિલ્લાના છેવાડાના લખપત તાલુકાના તીર્થાધામ માતાના મઢ ગામે પણ સ્વૈચ્છિક લોકડાઉન અમલી છે. ગામમાં વાધતા કોરોનાના કેસ વચ્ચે સવારે ૮થી બપોરે ૧ વાગ્યા સુાધી ગામની બજારો ખુલી રહેશે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3tv7m1d

0 Response to "કચ્છમાં કોરોનાનો કહેર વધતા સ્વૈચ્છિક લોકડાઉનનો ટ્રેન્ડ વધ્યો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel