ધોળકા શહેરમાં સ્વૈચ્છિક લૉકડાઉનના પગલે તમામ બજારો સજ્જડ બંધ રહ્યા

ધોળકા શહેરમાં સ્વૈચ્છિક લૉકડાઉનના પગલે તમામ બજારો સજ્જડ બંધ રહ્યા


બગોદરા : ધોળકા શહેરી અને આસપાસના ગામોમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે જેને ધ્યાને લઈ કોરોના મહામારીની વિકટ સ્થિતિ જોતા વેપારીઓ અને આગેવાનોના સુચનના પગલે સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેને પગલે પ્રથમ દિવસે સ્વૈચ્છિક લોકડાઉનનો કડક અમલ કરાવવામાં આવ્યો હતો.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધોળકા શહેરી અને તાલુકા વિસ્તારમાં વધી રહેલી કોરોના મહામારીને ધ્યાને લઈ વહિવટી તંત્રના અધિકારીઓને ધોળકા શહેરી વિસ્તારના દુકાનદારો અને વેપારી એસોશીએસનની બેઠક યોજાઈ હતી જેમાં સર્વાનુમત્તે એક અઠવાડીયા સુધી સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને દરેક દુકાનો તેમજ ધંધો રોજગાર સવારથી બપોરના ૧૨-૦૦ વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાનું નક્કી કરાયું હતું જેને ધ્યાને લઈ પ્રથમ દિવસે બપોરના ૧૨-૦૦ વાગ્યે સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ કરાવવા ધોળકા ટાઉન પીઆઈ અને પોલીસ સ્ટાફ સહિતનાઓ દ્વારા બજાર વિસ્તાર, કલીકુંડ, મધ્યા, બસ સ્ટેન્ડ, મલાવ તળાવ રોડ, મીઠીકુઈ, મેનાબેન ટાવર ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં પેટ્રોલીંગ હાથધર્યું હતું અને દરેક દુકાનદારો લારી ધારકોને લોકડાઉનનો અમલ કરવા અપીલ કરી હતી. 

જ્યારે બીજી બાજુ ધોળકા શહેરના તમામ દુકાનદારો, લારી ગલ્લાધારકો સહિતનાઓએ પોતાનો વેપાર અને ધંધો બંધ રાખી તંત્રને સહકાર આપ્યો હતો જ્યારે સવારના ૮-૦૦ વાગ્યાથી બપોરના ૧૨-૦૦ વાગ્યા સુધી બજારમાં ખરીદીમાં મોટાપાયે લોકો ઉમટી પડયાં હતાં અને માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સ સહિતની ગાઈડ લાઈનનું ઉલંધ્ધન થતું પણ નજરે પડયું હતું.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3drX24c

0 Response to "ધોળકા શહેરમાં સ્વૈચ્છિક લૉકડાઉનના પગલે તમામ બજારો સજ્જડ બંધ રહ્યા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel