વરખડીયામાં ચુંટણીની અદાવતમાં યુવાનને છરીના ઘા ઝીંક્યા
મહેસાણા,તા.18
કડી તાલુકાના વરખડીયા ગામમાં ચુંટણીની અદાવત રાખી કારમાં આવેલા ત્રણ શખસોએ એક યુવક ઉપર હૂમલો કરીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. છરીના ઘા વાગવાથી લોહીલુહાણ હાલતમાં તેને સારવાર માટે ખસેડાયો હતો. આ અંગે બાવલુ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
ઘટના અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત પ્રમાણે કપાસના તોલાટ તરીકે કામ કરી રોજીરોટી મેળવતા જગત બાબુજી ઠાકોર મજુરીના પૈસા લઈને રિક્ષામાં પરત કલ્યાણપુરાથી વરખડીયા આવ્યા હતા. તે વખતે ગામના પાદરે આંબાવાડી પાસે કારમાં બેસીને આવેલા દલસુખ અને જ્યંતી સહિત ત્રણ શખસોએ તેમની રોકી પંચાયતની ચુંટણીની અદાવત રાખી તકરાર કરી હતી. જે પૈકી બે જણાએ તેઓને પકડી લેતા જ્યંતિએ છરીના ઘા ઝીંકી દીધા હતા. જેથી તેમણે બૂમાબૂમ કરી મુકતા આસપાસના લોકો એકઠા થઈ જતાં તેઓ જતા રહ્યા હતા. જ્યારે ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3svFw3i
0 Response to "વરખડીયામાં ચુંટણીની અદાવતમાં યુવાનને છરીના ઘા ઝીંક્યા"
Post a Comment