વિરમગામના ધાકડી ગામે તા.પં. સદસ્ય દ્વારા સેનિટાઇઝેશન કરાયું

વિરમગામના ધાકડી ગામે તા.પં. સદસ્ય દ્વારા સેનિટાઇઝેશન કરાયું


વિરમગામ : સમગ્ર રાજ્યમાં કોરોના વાઇરસે કહેર મચાવ્યો છે ત્યારે અમદાવાદ જિલ્લામાં કોરોના વાઇરસનું સતત સંક્રમણ વધી રહ્યું છે. વિરમગામ શહેર અને તાલુકાના ગામડાઓમાં કોરોના વાઇરસના પોઝીટીવ કેસો દિન-પ્રતિદિન વધી રહ્યા છે. 

છેલ્લા ૧૫ દિવસમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. 

જ્યારે બીજી બાજુ કોરોના વાઇરસનું સંક્રમણ ન વધે તે માટે વિરમગામ તાલુકાના ધાકડી ગામે અમદાવાદ જિલ્લા પંચાયતના સદસ્ય પ્રમોદભાઇ પટેલ દ્વારા સેનેટાઇઝની કામગીરી દ્વારા હાથ ધરવામાં આવી હતી. 

જ્યારે વિરમગામ નગરપાલિકા દ્વારા વોર્ડ નં. ૬માંથી ચૂંટાયેલા સદસ્ય વિજયસિંહ ચાવડાએ સ્વખર્ચે શહેરના વિવિધ વિસ્તારમાં સ્વખર્ચે સેનેટાઇઝની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 

કોરોના વાઇરસનું સંક્રમણ ન વધે તે માટે જાતે જ સેનેટાઇઝ મશીન દ્વારા કામગીરી હાથ ધરી છે જેની ગ્રામજનો અને નગરજનોએ પ્રશંસા કરી હતી.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3n9Zksh

0 Response to "વિરમગામના ધાકડી ગામે તા.પં. સદસ્ય દ્વારા સેનિટાઇઝેશન કરાયું"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel