સાયલા ગામમાં 6 દિવસ સુધી સ્વૈચ્છિક લૉકડાઉન કરવાનો નિર્ણય
સાયલા : સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા તાલુકામાં વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણને રોકવા અધિકારીઓ અને વેપારી મંડળના આગેવાનોની બેઠક યોજાઈ હતી જેમાં આગામી તા.૨૧ એપ્રિલ થી ૨૫ એપ્રિલ સુધી આવશ્યક ચીજવસ્તુઓ સિવાયના તમામ નાના-મોટા ધંધો અને રોજગાર સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
સાયલા શહેરી અને આસપાસના ગામોમાં વધી રહેલી કોરોના મહામારીના સંક્રમણને રોકવા સાયલા સ્થાનીક તંત્રના અધિકારીઓ અને વિવિધ વેપારી એસોશીએસનના હોદ્દેદારોની બેઠક યોજાઈ હતી. જેમાં સર્વાનુમત્તે અગાઉ તા.૧૪થી ૧૭ એપ્રિલ સુધી સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવાયો હતો તે વખતે ચાર દિવસ શહેરની બજારો સંપૂર્ણ બંધ રહી હતી. પરંતુ તેમ છતાંય પરિસ્થિતિ વધુ ગંભીર થતાં ફરી સાયલા મામલતદાર કચેરી ખાતે અધિકારીઓ સહિત પોલીસ તંત્ર અને વેપારી મંડળના હોદ્દેદારોની બેઠક યોજાઈ હતી જેમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા ફરી આગામી તા.૨૧ થી ૨૫ એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં આ પાંચ દિવસ દરમ્યાન સાયલા શહેરની તમામ દુકાનો અને ધંધો રોજગાર સંપૂર્ણ બંધ રહેશે જ્યારે ઈમરજન્સી અને જીવનજરૂરીયાતની ચીજવસ્તુઓ દુધ તેમજ મેડીકલની સેવાઓ સવારથી બપોરના ૧૨-૦૦ વાગ્યા સુધી ખુલ્લા રહેશે. આમ ફરી સાયલાના વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે યોજાયેલ આ બેઠકમાં મામલતદાર પી.બી.કરગટીયા, સાયલા પીએસઆઈ એસ.એસ.વરૂ, વેપારી મંડળના અગ્રણીઓ તેમજ નરસંગભાઈ સીંધવ, ગીરીશભાઈ પ્રજાપતિ, રૂપેશભાઈ શાહ, પ્રવિણભાઈ પઢીયાર સહિતનાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3x5JOls
0 Response to "સાયલા ગામમાં 6 દિવસ સુધી સ્વૈચ્છિક લૉકડાઉન કરવાનો નિર્ણય"
Post a Comment