વિરમગામ તાલુકામાં કોરોનાથી વધુ 3 વ્યક્તિ અને માંડલમાં 1નું મોત

વિરમગામ તાલુકામાં કોરોનાથી વધુ 3 વ્યક્તિ અને માંડલમાં 1નું મોત


અમદાવાદ : સમગ્ર ગુજરાતમાં કોરોના એ અજગરી ભરડો લીધો છે ત્યારે અમદાવાદ જિલ્લામાં પણ દિન-પ્રતિદિન કેસોમાં વધારો થઈ રહ્યો છે સાથોસાથ મૃત્યુદર પણ વધવા પામ્યો છે

વિરમગામ શહેરની વાત કરીએ તો છેલ્લા ચાર-પાંચ દિવસથી વિરમગામ શહેર સહિત પંથકમાં કોરોના ના કેસ નો વધતા જતો આંખ ની સાથે સતત મૃત્યુદરમાં વધારો થઈ રહ્યો છે કોરોના ની સાથોસાથ કુદરતી મૃત્યુ પણ વધવા પામી રહ્યા છે વિરમગામ શહેરના શિવ મહેલ સ્મશાન ગૃહ ખાતે દરરોજ ચાર થી મૃતદેહને અંતિમ સંસ્કાર કરવામા આવી રહ્યા છે જેને લઇને સ્મશાન ખાતે વ્યવસ્થા પણ ખોરવાઈ છે અંતિમ સંસ્કાર માટે લાકડાનો જથ્થો પણ હવે ચારથી પાંચ દિવસ ચાલે તેટલો છે છે જેને લઇને ટાઉન ક્લબ દ્વારા અપિલ કરાઇ રહી છે..

વિરમગામ શહેરમાં આજરોજ તારીખ ૧૮ એપ્રિલ ૨૦૨૧ ના રોજ કોરોના ની પરિસ્થિતિ પર નજર કરીએ તો વિરમગામ શહેરના સૂર્યગોવિંદ વિસ્તારમાંથી એક મહિલાનું કોરોના ની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ત્યારે વિરમગામ તાલુકાના વાંસવા ગામ માં કોરોના સંક્રમિત દર્દીનું સારવાર દરમિયાન એક પુરુષનું પણ મોત નિપજયાના અહેવાલ મળી રહ્યા છે વધુમાં વિરમગામ તાલુકાના વણી ગામ માં કોરોના મોતથી હાહાકાર મચાવ્યો છે ત્યારે ત્યાં પણ એક પુરુષનું કોરોનાથી સારવાર દરમિયાન મોત નિપજયાના પ્રાથમિક માહિતી બીજી બાજુ વિરમગામ શહેરની ખાનગી હોસ્પિટલો સંપૂર્ણપણે કોવિડ સારવારથી  હાઉસફૂલ થવા પામી છે ત્યારે વિરમગામ શહેરની ખાનગી હોસ્પિટલમાં પાટડીના કોરોના દર્દીનુ પણ મોત નીપજ્યું હતું વધુમાં ધાંગધ્રા થી અમદાવાદ જતા કોરોના દર્દીનું એમ્બ્યુલન્સમાં જ મોત નીપજ્યું હતું.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3duuyXz

0 Response to "વિરમગામ તાલુકામાં કોરોનાથી વધુ 3 વ્યક્તિ અને માંડલમાં 1નું મોત"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel