સુરેન્દ્રનગર જિલ્લામાં કાળમૂખા કોરોનાનું વરવું સ્વરૂપ : વધુ 17 લોકોનાં મોત

સુરેન્દ્રનગર જિલ્લામાં કાળમૂખા કોરોનાનું વરવું સ્વરૂપ : વધુ 17 લોકોનાં મોત


સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાં કોરોનાથી મોતનો આંક સતત વધી રહ્યો છે તેમજ બીજી બાજુ કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા પણ દરરોજ વધીતી જાય છે ત્યારે બીજી બાજુ સ્થાનીક તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા સાચા આંકડાઓ જાહેર કરવામાં આવતાં નથી જેના કારણે પ્રજાજનો ગંભીરતા રાખતા નથી અને બિંદાસ બજારમાં ફરતાં જણાઈ આવે છે. 

સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારો તેમજ જીલ્લાના તમામ તાલુકાઓમાં કોરોના વાયરસની બીજી લહેર ચીંતાજનક સાબીત થઈ છે જેમાં કોરોનાથી લોકો પોતાના સ્વજનો ગુમાવી રહ્યાં છે અને મોતનો આંક પણ વધ્યો છે જેમાં જીલ્લામાં ચોવીસ કલાકમાં અંદાજે ૧૭થી વધુ લોકોના કોરોનાથી બિનસત્તાવાર રીતે મોત નીપજ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જ્યારે બીજી બાજુ છેલ્લા ચોવીસ કલાકમાં જીલ્લામાં બિનસત્તાવાર રીતે કોરોના વાયરસના અંદાજે ૧૨૭થી વધુ પોઝીટીવ કેસો નોંધાયા હતા. 

જ્યારે સરકારી ચોપડે માત્ર ૯૨ કેસ જ જાહેર કરવામાં આવ્યાં હતાં કોરોનાથી મૃત્યુ પામેલ તમામ દર્દીઓની ગાઈડલાઈન મુજબ અંતિમ વિધિ કરવામાં આવી હતી જ્યારે સરકાર ચોપડા મુજબ અત્યાર સુધીમાં જીલ્લાનો કુલ કોરોના પોઝીટીવ આંક-૪૫૫૮ ઉપર પહોંચ્યો હતો.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3x07t73

0 Response to "સુરેન્દ્રનગર જિલ્લામાં કાળમૂખા કોરોનાનું વરવું સ્વરૂપ : વધુ 17 લોકોનાં મોત"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel