લીંબડી શહેરમાં વેપારીઓ દ્વારા વધુ 7 દિવસ સુધી સ્વૈચ્છિક લૉકડાઉન લંબાવાયું

લીંબડી શહેરમાં વેપારીઓ દ્વારા વધુ 7 દિવસ સુધી સ્વૈચ્છિક લૉકડાઉન લંબાવાયું


લીંબડી : સુરેન્દ્રનગર જીલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને કોરોના વાયરસના પોઝીટીવ કેસો પણ ચીંતાજનક રીતે વધી રહ્યાં છે ત્યારે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસનું સંક્રમણ વધુ ન ફેલાય અને કારોના વાયરસની ચેઈન તોડવા શહેરી તેમજ જીલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં વેપારીઓ અને દુકાનદારો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લઈ ધંધો અને રોજગાર બંધ રાખવામાં આવી રહ્યાં છે ત્યારે લીંબડી શહેરના વેપારીઓ અને દુકાનદારોએ પણ કોરોના વાયરસનું સંક્રમણ વધતાં સાત દિવસ માટે સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લીધો હતો પરંતુ આ લોકડાઉન દરમ્યાન પણ કોરોના વાયરસનું સંક્રમણ ન ઘટતાં ફરી લીંબડી સેવા સદન ખાતે વેપારી એસોશીએસનની બેઠક યોજાઈ હતી જેમાં સર્વાનુમત્તે આજથી વધુ ૭ દિવસના સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લઈ લોકડાઉન લંબાવ્યું હતું.

લીંબડી શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસના પોઝીટીવ કસો સતત વધી રહ્યાં છે ત્યારે બીજી બાજુ લીંબડી તાલુકામાં કોરોના વાયરસથી લોકોના મોતનો આંક પણ ખુબ જ વધી રહ્યો છે ત્યારે કોરોના વાયરસનું સંક્રમણ રોકવા અને ચેઈન તોડવા અગાઉ વિવિધ વેપારી એસોશીએસન દ્વારા બેઠક યોજી ૭ દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું હતું જેને પગલે લીંબડી શહેરની તમામ દુકાનો અને બજારો ૭ દિવસથી બંધ જોવા મળી હતી. પરંતુ તેમ છતાંય લીંબડી તાલુકામાં કોરોના વાયરસના પોઝીટીવ કેસોમાં ખાસ ફરક પડયો નહોતો અને સંક્રમણ વધી રહ્યું હતું જેને ધ્યાને લઈ પ્રથમ સ્વૈચ્છિક લોકડાઉનના અંતિમ દિવસે લીંબડી સેવા સદન ખાતે પાલિકા પ્રમુખ, ઉપ-પ્રમુખ સહિત ડેપ્યુટી કલેકટર, મામલતદાર સહિતના અધિકારીઓ તેમજ વિવિધ વેપારી એસોશીએસનના હોદ્દેદારો અને આગેવાનોની ફરી બેઠક યોજાઈ હતી. જેમાં સર્વાનુમત્તે વધુ ૭ દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેને પગલે આજથી આગામી તા.૨૫ એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન લંબાવી લીંબડી શહેરની તમામ દુકાનો અને બજારો તેમજ ધંધાઓ બંધ રાખવાનો સર્વાનુમત્તે નિર્ણય લેવામાં આવ્યો હતો અને આ સ્વૈચ્છિક લોકડાઉન દરમ્યાન વેપારીઓ અને દુકાનદારો પોતાનો ધંધો અને રોજગાર બંધ રાખી અન્ય લોકોને સાવચેત કરી કોરોના વેક્સીન લેવા આહવાન કરશે આમ લીંબડી શહેરમાં વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણને રોકવા વેપારીઓ દ્વારા વધુ ૭ દિવસનું લોકડાઉનનો નિર્ણય લેવાતા આજથી લીંબડી શહેરની બજારો ફરી ૭ દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન પાડશે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3stwT9D

0 Response to "લીંબડી શહેરમાં વેપારીઓ દ્વારા વધુ 7 દિવસ સુધી સ્વૈચ્છિક લૉકડાઉન લંબાવાયું"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel