મુખ્યમંત્રીએ જી.કે.જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી

મુખ્યમંત્રીએ જી.કે.જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી

ભુજ,શનિવાર

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે આજરોજ કચ્છ જિલ્લાના વડા માથક ભુજ ખાતેની જી. કે. જનરલ હોસ્પિટલના કોરોનાના દર્દીઓ અને આરોગ્ય કર્મીઓની સંવેદના મુલાકાત લીધી હતી. તેમણે  દાખલ દર્દીઓના સગા વ્હાલાઓને દર્દીઓના ખબરઅંતરની પૂછપરછ કરી હતી. દર્દીઓ સાથે સહાનુભૂતિ દાખવ્યા બાદ તેઓએ હોસ્પિટલમાં કોવીડ વિભાગમાં  ફરજ બજાવતા દરેક સાથે સંવાદ કરી તેમની સેવાઓને બિરદાવી તેમને ધન્યવાદ આપ્યા હતા.

 તેમણે કોરોના  કેસ, ટેસ્ટિંગ, ટ્રેસિંગ, કોવિડ ડેડિકેટેડ  હોસ્પિટલો, બેડની સંખ્યા, ઓકિસજનની સુવિાધા, વેન્ટીલેટર, રેમડેસિવિર ઈન્જેકશન, સારવારની સુવિાધા, આરોગ્ય સ્ટાફ સહિતની વિગતો મેળવીને કલેકટર પ્રવિણા ડી.કે ને તેમજ  કોરોના નિયંત્રણ અને જરૃરી  વ્યવસૃથા ઉપલબૃધ કરાવવા વહીવટી તંત્રને માર્ગદર્શન કરીને સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીએ આ મુલાકાત દરમિયાન હોસ્પિટલમાં દર્દીઓના સગાઓને મળી ખબર-અંતર પૂછીને તેમના દુઃખમાં સહભાગી થયા હતા. તેમના સ્વજનો જલ્દીથી સાજા થઇ  ઘરે જાય તેવી શુભેચ્છાઓ આપી હતી.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3spAhlL

0 Response to "મુખ્યમંત્રીએ જી.કે.જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel