કોરોનાનો કહેર જારી, વધુ નવા ૯૨ કેસો સાથે કચ્છમાં બેનાં મોત

કોરોનાનો કહેર જારી, વધુ નવા ૯૨ કેસો સાથે કચ્છમાં બેનાં મોત

ભુજ,શનિવાર

એકતરફ રાજયના મુખ્યમંત્રીએ આજે કચ્છ જિલ્લાની મુલાકાત લીધી હતી તો બીજીતરફ આજે પણ કોરોના બે વ્યકિતઓને ભરખી ગયો હતો. એટલુ જ નહીં, પોઝીટીવ કેસોનો આંક ૧૦૦ નજીક પહોંચી રહ્યો હોય તેમ આજે નવા ૯૨ કેસો નોંધાયા હતા. સૌથી વધુ શહેરી વિસ્તારમાં કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છે. ભુજ શહેરમાં પણ આજે નવા ૨૧ કેસો નોંધાયા હતા. તો બીજીતરફ રાપર શહેર-તાલુકામાં એક પણ કેસ નોંધાયો નાથી.

આજે નોંધાયેલા પોઝીટીવ કેસોમાં અબડાસા તાલુકામાં ૫, અંજાર શહેરમાં ૧૧, તાલુકામાં ૨, ભચાઉ શહેરમાં ૭, ગ્રામિણમાં ૨, ભુજ શહેરમાં ૨૧, ગ્રામિણમાં ૫, ગાંધીધામ શહેરમાં ૧૯, તાલુકામાં ૨, લખપત તાલુકામાં ૨, માંડવી શહેરમાં ૫, મુંદરા શહેરમાં ૪, નખત્રાણા તાલુકામાં ૭ એમ શહેરી વિસ્તારમાં ૬૭ અને ગ્રામિણમાં ૨૫ કેસો નોંધાયા હતા.

આજે બે મોત સાથે કચ્છમાં કુલ મોતનો આંક ૧૦૨ થયો છે. તો એકટીવ પોઝીટીવ કેસો ૬૭૧ અને કુલ પોઝીટીવ કેસોનો આંક ૫૮૫૫ થયા છે. આજે ૩૦ દર્દીઓને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી હતી. કોરોનાના  દર્દીઓની સંખ્યા ઘટવાને બદલે દિન પ્રતિદીન વાધી રહી છે આમ છતા કોરોનાની ચેન તોળવા માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાઈ રહ્યા નાથી. આંશિક લોકડાઉન લાદવામાં આવે આૃથવા તો બજાર શરૃ કરવા માટે ચોક્કસ સમય રાખવામાં આવે અન્યાથા કોરોનાના કેસોને રોકવા મુશ્કેલી ઉભી થશે. માત્ર બેઠકો યોજીને આદેશો આપવાની કોરોનાને રોકી શકાય તેમ નાથી ત્યારે હજુ પણ તંત્ર દ્વારા સારવાર મામલે ગંભીરતા દાખવાય અને લોકડાઉન મામલે નિર્ણય લેવાય તે જરૃરી છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3suOMVv

0 Response to "કોરોનાનો કહેર જારી, વધુ નવા ૯૨ કેસો સાથે કચ્છમાં બેનાં મોત"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel