કચ્છમાં સતત બીજા દિવસે કરા સાથે વરસાદ વરસ્યો
ભુજ, શનિવાર
કચ્છમાં બીજા દિવસે કમોસમી વરસાદના ઝાપટાનો દોર યાથાવત રહેવા પામ્યો છે. ભુજમાં જોરદાર ઝાપટું વરસ્યું હતું. તાલુકાના ભારાપર, ભુજોડી તાથા અંજારના ખેડોઈ ગામે કરા સાથે વરસાદ પડયો હોવાનું જાણવા મળ્યું છે. માનકૂવાના વાડી વિસ્તારમાં ટોર્નાડો જેવંુ વંટોળ રચાયું હતું. ભુજના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો લાંબા સમય સુાધી બંધ રહેતા લોકો અકળાયા હતા. વેપારીઓને દુકાનો વહેલી બંધ કરવાની ફરજ પડી હતી.
ચૈત્ર માસની કાળઝાળ ગરમીના માહોલ વચ્ચે ગઈકાલે ભચાઉ, રાપર પંથકમાં કમોસમી વરસાદ વરસ્યા બાદ બીજા દિવસે વરસાદના હળવાથી જોરદાર ઝાપટાનો દોર યાથાવત રહેવા પામ્યો છે. જિલ્લા માથક ભુજમાં આકરી ગરમી વચ્ચે બપોરે સવા ચાર વાગ્યાની આસપાસ મોસમે અચાનક જ મિજાજ બદલ્યો હતો. પવન, ગાજવીજ સાથે જોરદાર વરસાદી ઝાપટું વરસ્યું હતું. શહેરના અનેક માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. જયુબિલી ગ્રાઉન્ડ, જૂના એસ.ટી. બસ સ્ટેશન વિસ્તાર સહિતના માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી હતી.
ઝાપટા બાદ ભુજ શહેરના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ઠપ્પ થઈ જતાં લોકો ગરમીથી અકળાયા હતા. સાંજના ૭ વાગ્યા સુાધી પુરવઠો પુનઃસૃથાપિત ન થતાં વેપારીઓએ દુકાન-ઓફિસ વહેલી બંધ કરી ઘર તરફ પ્રયાણ કર્યું હતું.
ભુજમાં મહત્તમ તાપમાન દોઢ ડિગ્રી વાધીને ૩૯.૭ ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે ૮૦ ટકા અને સાંજે પ૩ ટકા નોંધાયું હતું.
ભુજ આસપાસના ગામો માધાપર, ભુજોડી, ભારાપર ગામે કરા સાથે વરસાદ પડયો હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત અંજારના ખેડોઈમાં પણ કરા સાથે વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદી માહોલની ધરતી પુત્રોની િંચંતામાં વાધારો થયો છે. માનકૂવાના વાડી વિસ્તારમાં ટોર્નાડો જેવું વંટોળ સજાર્યું હતું. ધૂળની ડમરીઓ આકાશમાં ઉંચે સુાધી ચડી હતી. નખત્રાણા તાલુકાના દેવીસર સહિતના વિસ્તારોમાં વરસાદી છાંટા પડયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
આદિપુર-ગાંધીધામમાં ઉનાળા વચ્ચે કમોસમી છાંટા પડતાં ઠંડક છવાઈ
જોડીયા શહેર ગાંધીધામ-આદિપુરમાં સાંજે ૪ વાગ્યા બાદ વાતાવરણે અચાનક પલ્ટો મારતાં છાંટા પડયા હતા. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું અને ઝરમર છાંટા પડયા હતા.
દિવસભર ગરમીમાં તપેલા લોકો માટે જાણે વાતાવરણે પલ્ટો માર્યો હતો અને સાંજે છાંટા પડતાં લોકોને સ્હેજ ગરમીથી રાહત મળી હતી તો બીજી તરફ ખેડૂતો માટે ઉભા પાકને આ છાંટા નુકસાનરુપ હોવાની વાત સામે આવી હતી. જો કે, થોડા જ સમય માટે રહેલા છાંટા બહુ વરસ્યા નહોતા અને સાધારણ ભીનાશ પાથરીને બંધ થઈ ગયા હતા પરંતુ તેને કારણે લોકોમાં સ્હેજ રોમાંચ ફેલાયો હતો તે ચોક્કસ છે. બાદમાં પણ વાતાવરણ ઘેરાયેલું રહેતાં રાત સુાધીમાં વધુ છાંટા કે વરસાદ આવે તેવી સંભાવનાઓના પગલે લોકોએ વ્યવસૃથાઓ કરવા માંડી હતી. ઉનાળામાં પણ લોકોએ છત્રી અને મીણબતી ગોતીને હાથવગી રાખી મુકી હતી. બીજી તરફ સાંજના ભાગે ગાંધીધામમાં એક પછી એક ડમરીએ લોકોને પરેસાન કર્યા હતા. ઉડતી ધૂળના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે ભચાઉ અને રાપર તાલુકાના ગામડાઓમાં કરા સાથે છાંટા પડયા હતા જેને લઈને લોકોને હેરાનગતીમાં મુકાવાની ફરજ પડી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3uSF6pk
0 Response to "કચ્છમાં સતત બીજા દિવસે કરા સાથે વરસાદ વરસ્યો"
Post a Comment