કોરોનાની સારવાર માટે વધુ બે હજાર બેડ વધારી દર્દીઓને સુવિધાઓ અપાશે

કોરોનાની સારવાર માટે વધુ બે હજાર બેડ વધારી દર્દીઓને સુવિધાઓ અપાશે

ભુજ,શનિવાર

મુખ્યમંત્રી વિજયભાઇ રૃપાણીએ કચ્છ જિલ્લામાં કોરોનાની બીજી લહેરના સંક્રમણને કાબુમાં લેવા જિલ્લાના અિધકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ખૂબ વ્યાપક બની છે અને ચિંતા ઉપજાવે તેવી છે ત્યારે રાજ્ય સરકારે પણ કોરોના સામેની લડાઇમાં રાજ્ય સરકાર હારશે નહીં, થાકશે નહીં અને મહત્તમ વ્યવસૃથા ઉભી કરવા બાબતે પોતાનો દ્રઢનિશ્ચય વ્યક્ત કર્યો હતો. 

બેઠકમાં મુખ્યમંત્રીએ જિલ્લામાં કોરોનાની પરિસિૃથતિને ધ્યાને લઇ કચ્છની વિવિાધ સંસૃથાઓ, જનભાગીદારી થકી વાધુ ૨૦૦૦ (બે હજાર) બેડની વ્યવસૃથા ઉભી કરવા અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો જે અંતર્ગત ભુજ ખાતે સમરસ હોસ્ટેલમાં ઓક્સીજન સુવિાધા સાથે ૨૦૦ બેડની હોસ્પિટલ ટૂંક સમયમાં કાર્યરત થશે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત રાજ્ય સરકારે કચ્છ જિલ્લામાં વેન્ટીલેટરની અછત દૂર કરવા માટે નવા ૮૦ વેન્ટીલેટર ફાળવવાનો પણ નિર્ણય કર્યો હતો. આ સાથે જ મુખ્યમંત્રીએ કચ્છ જિલ્લાને આરટીપીસીઆર ટેસ્ટ માટે લેબોરેટરીમાં વાધુ એક લેબ મશીન આપવાની જાહેરાત કરી હતી.

તેમણે કચ્છની પીએચસી અને સીએચસીમાં સ્ટાફની ઘટ હોય ત્યાં સ્ટાફની ફાળવણી અંગે પણ વિચારણા કરી હતી. આ સાથે જ એમ.બી.બી.એસ પાસ થયેલ વિદ્યાર્થીઓ જે પોસ્ટ ગ્રેજ્યુએટની તૈયારી કરતા હોય તેઓની પરીક્ષાઓ રદ્દ થતા તેમને પણ કામગીરી સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. 

વધુમાં કચ્છની પ્રજાને અપીલ કરી માસ્ક પહેરવું, કામ વગર ઘરની બહાર ન નીકળવા તેમજ વેક્સીન લેવા અનુરોધ કર્યો હતો. આ સાથે જ કચ્છીજનોને આશ્વાસન આપતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર તમારી સાથે જ છે અને સરકાર સતત ચિંતા કરી રહી છે.  બેઠકમાં રાજય મંત્રી, સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્યો, જિલ્લાના ઉચ્ચાિધકારીઓ, મુખ્ય સચિવ, આરોગ્ય અગ્ર સચિવ, રેન્જ આઈ.જી,એસ.પી.સહિત વહિવટી અને આરોગ્ય વિભાગના અિધકારીઓ તેમજ પદાિધકારીઓ સાથે કોરોનાની સિૃથતિ અંગે ચર્ચા- વિચારણા કરી હતી. 



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3xdeRMz

0 Response to "કોરોનાની સારવાર માટે વધુ બે હજાર બેડ વધારી દર્દીઓને સુવિધાઓ અપાશે"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel