કચ્છની કોવીડ માન્યતા પ્રાપ્ત ખાનગી હોસ્પીટલમાં સારવારના નામે લૂંટઃ ૫થી૮ લાખના બનતા બિલો
ભુજ, સોમવાર
સમગ્ર રાજયની સાથોસાથ કચ્છમાં પણ કોરોનાના દર્દીઓના ટપોટપ મોત થઈ રહ્યા છે. પોઝીટીવ કેસોનો આંક પણ ડરામણો છે. આવી કુદરતી આફત ટાંકણે પણ કચ્છની ખાનગી હોસ્પીટલોએ માનવતા ગુમાવી દીધી છે. ખાનગી હોસ્પીટલના તબીબો દ્વારા મનગમતા ચાર્જ વસુલવામાં આવી રહ્યા છે. દર્દીઓના સગા સંબંધીઓની અઢળક ફરિયાદો છતા પણ જિલ્લાનુ ંવહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ આ તમાસો નિહાળે છે. દર્દીઓની ફરિયાદ હોવા છતા કોઈ જ પગલા ભરાતા ન હોવાથી એ.સી.બી.દ્વારા તપાસ કરાય તેવી માંગ જાગૃત નાગરિક અિધકાર મંચ દ્વારા કરાઈ છે.
દર્દીઓના પરિવારજનોને દવાઓ-ફી અને ખર્ચ સહિતની વિગતોની પુછપરછ કરીને એસીબી દ્વારા તપાસ કરાય તેવી માંગઃ પ્રજાકીય પ્રતિનિધીઓ મૌન
કચ્છમાં પણ પોઝીટીવ દર્દીઓની સંખ્યા વાધી રહી હોવાથી સરકારી તેમજ ખાનગી હોસ્પીટલોમાં સારવાર લેવામાં આવી રહી છે. હોસ્પીટલોમાં દર્દીઓ ઉભરાઈ રહ્યા છે ત્યારે સરકારી હોસ્પીટલોમાં દર્દીઓના મોતના બનાવો વાધી રહ્યા છે તો ખાનગી હોસ્પીટલમાં સારવારના નામે લૂંટ ચલાવાઈ રહી છે. ખાનગી હોસ્પીટલના તબીબો દ્વારા મનગમતા ચાર્જ વસુલવામાં આવી રહ્યા છે. પોતાનો જીવ બચાવવા દર્દીઓ લાખોની ફી પણ ચુકવી રહ્યા છે. ખાનગી દવાખાનાના ડોકટરો દ્રારા કોરોના પોઝીટીવ આવેલા દર્દીઓના ખિસ્સા ખંખેરવામાં આવી રહ્યા છે. દર્દીઓના સગા સંબંધીઓ દ્વારા રોજે ફરિયાદ કરાતી હોવા છતા તપાસ સુધૃધા કરાતી નાથી. ખાનગી તબીબો દ્વારા પાંચેક દિવસ દર્દી દાખલ હોય તો લાખાથી બે લાખના બીલો પકડાવી દેવાય છે. એનાથી વાધારે રોકાણ થયુ હોય તો રકમ વાધી જાય છે. પાંચાથી આઠ લાખ રૃપિયા સુાધીના બીલો બની રહ્યા છે. કોવીડ-૧૯ની સારવારના નિયમોની અમલવારી ખાનગી તબીબો દ્વારા કરવામાં આવતી નાથી.
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ કેન્દ્રને આવી અસંખ્ય ફરિયાદો મળી હતી જેના પગલે ૨૮/૭/૨૦૨૦ના સરકારના જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ હતુ. જેમાં સારવારના દર નક્કી કરવામાં આવ્યા હતા.
કેટલીક હોસ્પીટલના તબીબો દ્રારા તો બીલની જગ્યાએ માત્ર ચિઠ્ઠી પર હિસાબ લખીને દર્દીને આપી દેવામાં આવે છે. અને ચોક્કસ રકમ વસુલવામાં આવે છે. સરકાર દ્રારા જેમને કોવીડ-૧૯ની હોસ્પીટલની માન્યતા મળી છે તેવી હોસ્પીટલમાં તપાસ થવી જોઈએ, દર્દીઓ અને તેમના પરિવારજનોને દવાઓ-ફી ના ખર્ચ સહિતની વિગતો પુછવામાં આવે તો આ લૂંટનો પર્દાફાશ થાય તેમ છે. મંચ દ્વારા માંગણી કરવામાં આવી છે જેટલી પણ માન્યતા પ્રાપ્ત કોવીડ હોસ્પીટલો છે ત્યાંના છેલ્લા ત્રણાથી ચાર મહિનાના એકાઉન્ટસ ચેક કરાય. સીસીટીવી કેમેરાના રેકોર્ડીંગ ચેક થવા જોઈએ. ખાનગી તબીબોના ફોન કોલ ડીટેઈલ્સ પણ ચેક કરાય. જેાથી કરીને સત્ય બહાર લાવી શકાયે.
જે ખાનગી તબીબો દ્વારા જાહેરનામાનો ભંગ કરીને વધુ રકમ વસુલવામાં આવી હોય તે તબીબના લાયસન્સ રદ કરાય અને હોસ્પીટલને સીલ કરાય તેવી પણ માંગ કરાઈ છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3xbFX6o
0 Response to "કચ્છની કોવીડ માન્યતા પ્રાપ્ત ખાનગી હોસ્પીટલમાં સારવારના નામે લૂંટઃ ૫થી૮ લાખના બનતા બિલો"
Post a Comment