જનરલ હોસ્પિટલમાં રેમડેસીવીરના ઈન્જેકશન ન મળવાના પ્રશ્ને ત્રસ્ત લોકોના ચક્કાજામ
ભુજ,સોમવાર
કચ્છમાં કોરોનાનું સંક્રમણ દિવસો દિવસ વાધતુ જઈ રહ્યું છે. કોરોના પોઝીટીવ દર્દીને સ્વસૃથ થવા માટે રેમડેસીવીર ઈન્જેકશન સંજીવની રૃપ સાબિત થાય છે. દર્દીઓ વાધી જતા ઈન્જેકશનની માંગને પહોંચી ન વળતા અછત સર્જાઈ છે. તંત્રાથી નારાજ લોકોએ શહેરની જી.કે.જનરલ હોસ્પિટલની બહાર ચક્કજામ કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓ વાધી જતા ઈન્જકેશનની માંગને પહોંચી ન વળતા અછત સર્જાઈ છે. ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીને આ ઈન્જેકશનની જરૃરિયાત હોય તો તેના પરીજનો દ્વારા જી.કે.જનરલ હોસ્પિટલમાં લાંબી લાઈનો લગાવાય છે. આ ઈન્જેકશન મળતા ન હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. જેાથી લોકોએ રસ્તા પર ઉતરી ચક્કાજામ કર્યો હતો.
લોકોના જણાવ્યા પ્રમાણે છેલ્લા અઠવાડીયાથી આ સમસ્યા છે. સિવીલ સર્જનની સહી વિના ઈન્જેકશન અપાતા નાથી. છેવાડાના વિસ્તારના લોકો ઈન્જેકશન લેવા ભુજમાં હોસ્પિટલમાં લાઈન લગાવે છે. સવારે ઉભા રહે ત્યારે સાંજે માંડ ઈન્જેકશન મળે છે છ વાઈલની જરૃરિયાત સામે માત્ર બે જ વાઈલ આપવામાં આવે છે. ઈન્જેકશન વિતરણ માટે ચોક્કસ અિધકારીની નિમણુંક થાય તેવી માંગણી પણ લોકોએ કરી હતી. તેમજ દરેક તાલુકા માથકે રેમડીસીવીર ઈન્જેકશન વિતરણ કરવાની વ્યવસૃથા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3tL4MnX
0 Response to "જનરલ હોસ્પિટલમાં રેમડેસીવીરના ઈન્જેકશન ન મળવાના પ્રશ્ને ત્રસ્ત લોકોના ચક્કાજામ"
Post a Comment