કોરોનાથી ૮ મોત, ૧૨૪ નવા કેસોઃ નેતાઓ-તંત્ર માટે માણસના મોત એટલે માત્ર આંકડો?!
ભુજ, સોમવાર
કચ્છમાં કોરોનાના રોજેરોજ રેકોર્ડબ્રેક કેસો નોંધાઈ રહ્યા છે. રવિવારે પાંચ દર્દીઓના મોત થયા બાદ આજે વધુ કોરોનાગ્રસ્ત ૮ દર્દીઓને કારોના ભરખી ગયો હતો. પોઝિટીવ કેસોની સાથે હવે મૃતકોની સંખ્યામાં પણ વાધારો થઈ રહ્યો હોવાથી પરિસિૃથતી વધુ ગંભીર બને તેમ છે. તેમ છતા સરકાર લોકડાઉન લાદવા તૈયાર નાથી. શહેરી વિસ્તારમાં કોરોનાના કેસો વાધી રહ્યા છે તો હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાના કેસો વધ્યા છે.
આજે નોંધાયેલા પોઝીટીવ કેસોમાં સૌથી વધુ ભુજ શહેરમાં ૨૭ કેસો નોંધાયા હતા. જયારે ગ્રામિણમાં ૧૨ મળી કુલ ૩૯ કેસો નોંધાયા છે તો ગાંધીધામ શહેરમાં પણ ૧૫ કેસો મળી શહેરી વિસ્તારોમાં ૬૯ અને ગ્રામિણમાં ૫૫ કેસો નોંધાયા છે. અત્યાર સુાધીના વિક્રમીજનક ૧૨૪ કેસો નોંધાયા છે. દરમિયાન નવાઈની વાત એ છે કે, લખપત તાલુકામાં એક પણ કેસ નોંધાયો નાથી.
આરોગ્ય વિભાગના આંકડા જાહેર થતા જ લોકોના બ્લડ પ્રેસર લો-હાઈ થઈ જાય છે. કચ્છમાં મૃતકોની સંખ્યા વાધી રહી હોવાથી પરિસિૃથતી અંકુશ બહાર જઈ રહી છે આમ છતા જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા લોકડાઉનના સુચનો કરાતા નાથી. ગત રોજ લાશોનો ઢગલો હોય તેવો વિડીયો વાયરલ થયો હતો. હોસ્પીટલના સતાવાળાઓ આ સત્યને સ્વીકારવા તૈયાર નાથી પરંતુ જે રીતે આજે પણ ૮ ના મોત થયા તે જોતા મોતનો સાચો આંક તો ડરામણો પણ હોઈ શકે છે.
જે રીતે મોતના કિસ્સાઓ વાધી રહ્યા છે તે જોતા હવે સૃથાનિક કચ્છ લેવલે પણ લોકડાઉન લાદી દેવો જોઈએ જેાથી કરીને કોરોનાની ચેન તોડી શકાય.
ભુજની જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન ડો.બુચની મોરબીમાં બદલી
ભુજઃ જનરલ હોસ્પીટલના દર્દીઓના થતા મોત તેમજ રેમેડેસિવીર ઈન્જેકશન માટે લાગતી કતારો વચ્ચે આજે સિવિલ સર્જન ડો.કશ્યપ બુચની મોરબીમાં બદલી કરાઈ છે. આરોગ્ય કમિશનર કચેરી દ્વારા ડો.બુચને મુખ્ય જિલ્લા તબીબી અિધકારી (સીડીએમઓ) સહ સિવિલ સર્જનના વાધારાના ચાર્જમાંથી મુકત કરી દેવાયા છે. વાધારાનો ચાર્જ મુંદરા સામુહિક આરોગ્ય કેન્દ્રના અિધક્ષક ડો.એસ.કે.દામાણીને અપાયો છે. ડો.બુચ પાલારા જેલમાં ફિઝીશીયન વર્ગ-૧ તરીકે નિયમિત રીતે ફરજમાં મુકાયેલા છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3uVCxTA
0 Response to "કોરોનાથી ૮ મોત, ૧૨૪ નવા કેસોઃ નેતાઓ-તંત્ર માટે માણસના મોત એટલે માત્ર આંકડો?!"
Post a Comment