ભુજ જનરલ હોસ્પિટલમાં દરરોજ ૧૪-૧૫ કોરોના દર્દી મોતને ભેટે છે?

ભુજ જનરલ હોસ્પિટલમાં દરરોજ ૧૪-૧૫ કોરોના દર્દી મોતને ભેટે છે?

ભુજ, સોમવાર

કચ્છ જિલ્લાના ભુજ ખાતે આવેલી જી.કે.જનરલ હોસ્પીટલમાં રોજના ૧૪ જેટલા કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત થતા હોવાની ચર્ચા છે જો કે, હોસ્પીટલના સતાવાળાઓ રેકર્ડ પર ચારાથી પાંચ મોતના બનાવો દેખાડે છે જયારે વાસ્તવિક આંકડા સાંભળીને કંપારી છુટી જાય તેમ છે. જનરલ હોસ્પીટલમાં મોતના બનાવોનો ઢાંક પીછોડો કરાતો હોવા છતા ગત રોજ રવિવારે વાયરલ થયેલા વિડીયોએ હોસ્પીટલની પોલ ખુલી નાખી હતી. આ વિડીયો મૃતક દર્દીના સગા સંબંધીઓ દ્વારા ઉતારવામાં આવ્યો હોવાનું બહાર આવ્યુ છે.

કચ્છમાં કોરોનાના રોજે રોજ રેકોર્ડબ્રેક કેસો નોંધાઈ રહ્યા છે. આજે રેકોર્ડબ્રેક ૧૨૪ પોઝીટીવ કેસો નોંધાયા હતા જયારે વાસ્તવમાં તો પોઝીટીવ કેસોનો આંક છુપાવાય છે જે પ્રજા અને તંત્ર ખુદ પણ જાણે છે. પરંતુ કમનસીબીની વાત એ છે કે, કચ્છમાં મોતનો આંકડો છુપાવાઈ રહ્યો છે. રેકર્ડ પર મોતના આંકડા ચારાથી પાંચ દર્શાવાય છે તો અંતરંગ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભુજની જનરલ હોસ્પીટલમાં કોરોનાના રોજના ૧૪-૧૫ દર્દીઓના મોત થાય છે. રવિવારે વાયરલ થયેલા વિડીયોને જોતા જ આ બાબત ખોટી તો નાથી જ. ત્યારે, સુત્રોના જણાવ્યા પ્રમાણે, જનરલ હોસ્પીટલમાં દર્દીને દાખલ કરાયા બાદ પ્રારંભમાં ઓકસીજન આપવામાં આવ્યા બાદ બીજી વખત ઓકસીજન ચડાવાતો નાથી પરિણામે દર્દીઓ મોતને ભેટી રહ્યા છે. 

કોઈ જ પ્રકારની પ્રાથમિક સારવાર હોસ્પીટલમાં આપવામાં આવી રહી નાથી એટલુ જ નહિં, દર્દીના સગા સંબંધીઓ સુાધી સારવાર સુાધીની માહિતી પહોંચતી નાથી. પરિણામે, હોસ્પીટલની બહાર કરૃણ દશ્યો જોવા મળતા હોય છે. દર્દીનું મોત થયા બાદ ડેડ બોડી મેળવવા માટે પણ અનેક પરિવારોને દિવસભર રાહ જોવી પડતી હોય છે. રો કક્કડ કરવા છતા હોસ્પીટલના તબીબો દ્વારા માનવતા દર્શાવાતી નાથી. એકલા ભુજમાં જ ચારાથી પાંચ દર્દીઓના મોત થતા હોવાની વિગતો સામે આવી રહી છે. તેમ છતા કચ્છ જિલ્લાનું વહીવટી તંત્ર ઉદાસીન છે. ચૂંટાયેલા પ્રજાકીય પ્રતિનિાધીઓ મૌન છે. 

ભૂજ જી.કે. હોસ્પિટલમાં મૃતદેહોના વિડિયોમાં સાચું શું? વિવાદ પછી આંતરિક તપાસ શરુ 

અમદાવાદઃ ભૂજ જી.કે. જનરલ હોસ્પિટલના (હવે બદલી થઈ ચૂકી છે) સિવિલ સર્જન ડો. કશ્યપ બુચે ગુજરાત સમાચાર સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે, ભૂજ સિવિલ હોસ્પિટલમાં અનેક મૃતદેહો હોવા અંગેનો કહેવાતો વિડિયો વાઈરલ થયો હોવા અંગે તપાસ શરુ કરવામાં આવી છે. આ માટે આજે મંત્રી પણ ભૂજની હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. આ ઉપરાંત, સ્થાનિક ડોક્ટર ઉપરાંત મૃતદેહોના પોસ્ટમોર્ટમ અને નિકાલ તેમજ મેનેજમેન્ટ કામગીરી સંભાળતાં જવાબદાર મળી કુલ ચાર સભ્યોની કમિટીને સત્ય શોધી કાઢવાની જવાબદારી સોંપવામાં આવી છે. બીજી તરફ, એવી ચર્ચા છે કે આવા કિસ્સામાં સ્થાનિક કક્ષાની કમિટી સત્ય પ્રજા સમક્ષ મુકી શકશે ખરી?



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dvBDXW

0 Response to "ભુજ જનરલ હોસ્પિટલમાં દરરોજ ૧૪-૧૫ કોરોના દર્દી મોતને ભેટે છે?"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel