એસ.ટી. બસ સ્ટેશનમાં કોરોનાનો ભય નથી : જાગૃત પ્રવાસીઓમાં ચિંતા

એસ.ટી. બસ સ્ટેશનમાં કોરોનાનો ભય નથી : જાગૃત પ્રવાસીઓમાં ચિંતા

ભુજ,બુધવાર

વૈશ્વિક મહામારી કોરોનાની બીજી લહેર આવી હોઈ રાજ્યના અન્ય વિસ્તારોની સાથોસાથ કચ્છમાં પણ પોઝીટીવ કેસોની સંખ્યામાં ઉછાળો આવી રહ્યો છે. કચ્છમાં ભુજ-ગાંધીધામ-અંજારમાં નાઈટ કફર્યુ લાદવામાં આવ્યું છે તો અન્ય તાલુકામાં સ્વયંભૂ કફર્યુ લોકોએ અમલી કર્યું છે તો તંત્ર પણ એકશન મોડમાં છે પરંતુ એસટી વિભાગ કોરોનાની ગંભીરતા ભૂલ્યું હોય તેમ બસ માથકોએ પ્રવાસીઓનું ચેકીંગ બંધ કરી દેવામાં આવ્યું છે.

આ અંગેની વધુ વિગતો મુજબ કચ્છ સહિત ગુજરાતમાં કોરોનાએ માથું ઉંચકયું છે તેાથી કોરોના સંક્રમણના કેસોમાં પણ સતત વાધારો થઈ રહ્યો છે. શહેરી વિસ્તારોમાં આંશીક લોકડાઉન જેવો માહોલ થયો છે. કચ્છમાં ગત માસાથી કોરોના પોઝીટીવ કેસના આંકમાં સતત વાધારો થઈ રહ્યો છે. પરંતુ જ્યાં દરરોજ મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે તેવા રેલવે સ્ટેશન પર પ્રવાસીઓનું ચેકીંગ કરવામાં આવી રહ્યંુ છે પણ જિલ્લાના મુખ્ય માથક ભુજ સહિતના એસટી માથકોએ કે જ્યાં દૈનિક હજારો લોકોની અવર-જવર રહે છે ત્યાં નિયમોમાં હળવાસ કરતા કોરોનાને જાણે મોકળું મેદાન આપવામાં આવતું હોય એવું લાગ્યા વિના ન રહે.ભુજ સહિતના એસટી માથકોએ પ્રવાસીઓના ટેમ્પરેચર ચેક કરવા સાથે સેનેટાઈઝર કરવામાં આવતા હતા જેની મહદઅંશે કડક અમલવારી પણ કરવામાં આવતી હતી.પરંતુ કોરોનાના વાધતા ગ્રાફ વચ્ચે એસટી માથકોએ કોરોના ગાઈડલાઈનના કોઈ નિયમોની અમલવારી કરવામાં ન આવતી હોવાનું જાગૃત પ્રવાસીઓ જણાવી રહ્યા છે. વધુમાં એસટી તંત્ર દ્વારા તકેદારી રાખવામાં નહીં આવે તો સિૃથતિ વધુ ચિંતાજનક બનવાની દહેશત વ્યકત કરવામાં આવી છે.




from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dhnoG4

0 Response to "એસ.ટી. બસ સ્ટેશનમાં કોરોનાનો ભય નથી : જાગૃત પ્રવાસીઓમાં ચિંતા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel