ભુજમાં જાહેરમાં ગેરકાયદે ચારો વેચીને લોકો માટે જોખમ સર્જતા વેચાણકારો
ભુજ,બુધવાર
ભુજમાં હાલે મંદિર તાથા જાહેર રસ્તાની આસપાસ આસૃથાના નામે ચારા વેંચતા વેંચાણકારોના કારણે લોકોના જીવ પર જોખમ સર્જાયું છે. ભુતકાળમાં અનેકવાર લોકોની રજુઆત છતાં પોલીસ અને પાલિકા કાર્યવાહી કરતી ન હોવાથી અનેક લોકો ઢોરના હડફેટે ચડી ચુક્યા છે. ત્યારે ત્વરાએ ગેરકાયદે ધંધો બંધ કરાવાય તેવી રજુઆત ચીફ ઓફીસરને કરાઈ છે.
આ અંગે જાગૃતો દ્વારા કરાયેલી રજુઆતમાં જણાવાયું છે કે, સવાણી ફળીયા, પખાલી ફળીયા, આશાપુરા રીંગરોડ ચોક, જુના સ્વામિનારાયણ મંદિર, દ્વારકાધીશ મંદિર પાસે ગેરકાયદે ગાયોના ચારાનું વેંચાણ થાય છે. જેના કારણે અહીં મોટી સંખ્યામાં ઢોર ઉમટે છે. પરીણામે ગંદકી સાથે ટ્રાફીકની સમસ્યા પણ ઉભી થઈ છે. મંદિરોની આસપાસના આ વેંચાણ થકી અનેક વૃધૃધો ઢોરની અડફેટ આવીને હાંડકા ભાંગી ચુકયા છે તાથા અનેક મોતને ભેટેલા છે. કલેકટર દ્વારા અત્યારસુાધી અનેકવાર આ મુદે જાહેરનામા પડાઈ ચુક્યા છે આમછતાં નગરપાલિકા કે પોલીસ દ્વાર ફોજદારી દાખલ કરીને ચારો વેંચનારા સામે કાર્યવાહી ન કરાતા જવાબદારોને ચારા વેંચનારા સાથેની સાંઠગાંઠ છે કે શું તે સવાલ ઉભા થયા છે. તાજેતરમાં પાલિકાના નવા સીઓએ ચાર્જ સંભાળ્યો છે ત્યારે લોકોએ આ દિશામાં કાર્યવાહી કરીને તમામ જાહેર પોઈન્ટ પર વેંચાતો ચારો બંધ કરાવાય તેવી માંગણી કરાઈછે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3tlWS3V



0 Response to "ભુજમાં જાહેરમાં ગેરકાયદે ચારો વેચીને લોકો માટે જોખમ સર્જતા વેચાણકારો"
Post a Comment