અડધા કરોડના ચૂકવણા છતાં ભુજમાં સફાઈની બાબતમાં એજન્સીઓનું કામ મીંડું

અડધા કરોડના ચૂકવણા છતાં ભુજમાં સફાઈની બાબતમાં એજન્સીઓનું કામ મીંડું

ભુજ, બુધવાર 

ભુજમાં સફાઈ એજન્સીઓ દ્વારા ટેન્ડરના નિયમોની ઐસીતૈસી કરીને કામગીરી કરાતી હોવાનું સર્વવિદિત છે આમછતાં શાસકો દ્વારા આંખ આડા કાન કરીને દર માસે અડાધા કરોડાથી વધુના બિલો ચુકવાઈ રહ્યા છે. નવ નિયુક્ત નગરપતિ અને સીઓ દરેક વોર્ડની મુલાકાત લઈને  કામની સમીક્ષા કરે તેવી માંગણી જાગૃત નાગરિક અિધકાર મંચ દ્વારા કરવામાં આવી છે. 

આ અંગે મંચ આક્ષેપ કર્યો છે કે, ટેન્ડરની શરત મુજબ સફાઈનો સમય, કામદારો, સાધનો સહીતની બાબતોનું પાલન થતું નાથી. રાત્રિ સફાઈના શહેરમાં કોઈ ઠેકાણા નાથી. જે વિસ્તારોમાં વહેલી સવારાથી ધમાધમાટ હોય છે ત્યાં રાત્રી સફાઈ જરૃરી છે પરંતુ આવું કોઈ કામ કરાતું નાથી. દા.ત જ્યુબિલી સર્કલ , બસ સ્ટેશન વિસ્તાર, હોસ્પિટલ રોડ સહિતના વિસ્તારોમાં વહેલી સવારાથી રાત સુાધી કચરાના ઢગ યાથાવત હોય છે. મોટા શહેરોમાં જાહેર વિસ્તારોમાં રાત્રિ સફાઈ થતી હોય છે ત્યારે ભુજમાં આવું આયોજન જ નાથી. સવારે મનફાવે તો અમુક વિસ્તારમાં સફાઈ કરાય  છે,તો ક્યાંક થી કચરા ઉપાડાય છે. બાકી ભુજનું કોઈ ધણી ધોરી ન હોય તેમ એજન્સીઓ સફાઈ કામ કરી રહી છે. ખુદ નગરપતિના વોર્ડ. ૧૦માં સફાઈનો અભાવ અને ગંદકીનું સામ્રાજ્ય છે. ભુજની હેડ પોસ્ટ ઓફીસ કે શહેરના મધ્યમાં આવેલી છે ત્યાં પણ કચરાના ઢગલા જોવા મળે છે. મેન્ટલ હોસ્પિટલ પાસે તો રીતસરનો ઉકરડો બની ગયો છે. જ્યાંથી કોઈ કચરા ઉપાડવા ડોકાતું નાથી. નવી બોડી સમગ્ર એજન્સી સાથે બેઠક કરીને આખા શહેરની કામગીરીનું જાતે નિરીક્ષણ કરીને સમીક્ષા કરે તેવી માંગણી ઉઠી છે.  નગરપતિ શહેરની સરપ્રાઈઝ  વિઝિટ કરે તો જાણવા મળશે કે , જાહેર વિસ્તારોં ગંદા છે તો આંતરીક કોલોનીમાં કેવી સફાઈ થતી હશે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mM7tmp

0 Response to "અડધા કરોડના ચૂકવણા છતાં ભુજમાં સફાઈની બાબતમાં એજન્સીઓનું કામ મીંડું"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel