રાજકોટમાં ઓક્સિજનનાં સમજી નાઈટ્રોજનનાં બાટલા ચોરી જવાયા

રાજકોટમાં ઓક્સિજનનાં સમજી નાઈટ્રોજનનાં બાટલા ચોરી જવાયા


- ઓક્સિજનનાં બાટલાની તીવ્ર અછત વચ્ચે 

- કોઈ જરૂરીયાતમંદ લોકો બાટલા ચોરી ગયાની પોલીસે દર્શાવી શક્યતા : સીસીટીવી ફુટેજનાં આધારે તપાસ

રાજકોટ :હાલમાં કોરોનાને કારણે ઓકસીજનનાં બાટલા મળવા મુશ્કેલ બની ગયા છે ત્યારે શહેરમાં કોઈ જરૂરીયાત મંદે ગઈકાલે રાત્રે ઓક્સિજન સમજી નાઈટ્રોજનનાં ચાર બાટલાની ચોરી કરતા પોલીસે આજે ચોરી કરનારાઓને અપીલ કરવી પડી હતી કે, આ નાઈટ્રોજનનાં બાટલા દર્દીઓને ભુલથી પણ ચડાવતા નહી નહીતર ખુબ જ ગંભીર પરિસ્થિતિ સર્જાશે. 

વિગત એવી છે કે, ભાવનગર રોડ પર આર.એમ.સી. કચેરી સામે બાલકૃષ્ણ કોલ ઈન્ડસ્ટ્રીઝ નામની ઓક્સિજન હાઈડ્રોજન અને નાઈટ્રોજનના બાટલા સપ્લાય કરવાની પેઢી આવેલી છે. જયાંથી ગઈકાલે રાત્રે ચારથી પાંચ અજાણ્યા શખ્સોએ ઓક્સીજનનાં સમજી નાઈટ્રોજનનાં ચાર બાટલાની ચોરી કરી ભાગી ગયા હતાં. 

જે અંગે જાણ થતા પોલીસ પહોંચી ગઈ હતી. ક્રાઈમ બ્રાંચે આજે યાદી બહાર પાડી જાહેર કર્યું હતું કે, ઓક્સિજનના સમજી ચોરી જવાયેલા બાટલા ખરેખર નાઈટ્રોજનનાં છે જેથી આવા બાટલાની કોઈએ ખરીદી કરવી નહીં જો ભુલથી દર્દીને તે બાટલા ચડાવી દેવામાં આવશે તો તેની સ્થિતિ ખુબ જ ગંભીર બની જશે. 

થોરાળા પોલીસે આ અંગે તપાસ ચાલુ કરી છે. પોલીસનું કહેવું છે કે, આ કોઈ પ્રોફેશ્નલ ચોરનું કામ નથી પરંતુ કોઈ જરૂરીયાતમંદ બાટલા ચોરી ગયા છે. કારણ કે, સ્થળ પર બીજા આઠથી દશ નાઈટ્રોજનનાં બાટલા પણ પડયા હતાં. જો પ્રોફેશ્નલ ચોર હોય તો બધા બાટલા ચોરી જાત પરંતુ આ કિસ્સામાં માત્ર ચાર બાટલાની જ ચોરી થઈ હોવાથી જરૂરીયાત મંદ હોય તેમ જણાય છે.

પોલીસને ચોરી કરનારાઓનાં સીસીટીવી ફુટેજ પણ મળ્યા છે. જેના આદારે તપાસ આગળ ધપાવાઈ છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gkOk9W

0 Response to "રાજકોટમાં ઓક્સિજનનાં સમજી નાઈટ્રોજનનાં બાટલા ચોરી જવાયા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel