કોટડાપીઠામાં ભયજનક કોરોના સંક્રમણ, 7 દિવસ સરકારી કર્ફ્યુ

કોટડાપીઠામાં ભયજનક કોરોના સંક્રમણ, 7 દિવસ સરકારી કર્ફ્યુ

- બાબરામાં 30મી સુધી બપોર બાદ સ્વયંભુ લોકડાઉન

- શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના કેસ અને મૃત્યુદરનાં આંકડા છુપાવાતા કચવાટઃ દવાખાના,મેડીકલોમાં માનવ કીડીયારૂ ઉભરાયું  


બાબરા : બાબરામાં કોરોના સંક્રમણને પગલે વેપારી સંગઠનો દ્વારા આગામી તા.૩૦મી સુધી બપોર બાદ સ્વયંભુ લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ કોટડાપીઠામાં ભયજનક કોરોના સંક્રમણનાં પગલે સરકારી તંત્ર જ હવે મેદાને આવ્યું છે અને સાત દિવસનો સરકારી કર્ફ્યુ-લોકડાઉન લાગુ કરતો હુકમ કરાયો છે. જો કે, શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના કેસ અને મૃત્યુદરનાં આંકડા છુપાવાતા હોવાથી લોકોમાં કચવાટ કચવાટ ફેલાયો છે. ભયંકર મહામારીનાં પગલે દરરોજ તમામ દવાખાના અને મેડીકલોમાં માનવ કીડીયારૂ ઉભરાઈ રહયું છે. 

બાબરા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બપોર બાદ બંધના અઠવાડિક નિર્ણય આગળ વધારી અને આજથી આગામી ૩૦મી તારીખ સુધી સવારે ૮ થી ૧ સુધી વ્યવસાય સમય નક્કી બપોર બાદ બંધનો નિર્ણય લેવામાં આવતા આજે તમામ વેપારી વર્ગ હાઇવે રોડ સહિતે સ્વયંભુ સજ્જડ બંધ રાખી કોરોના સંક્રમણ અટકાવા માટે આગળ આવ્યા છે. જયારે બાબરા તાલુકા અને શહેરમાં મૃત્યુદરમાં એકાએક વધારો થવા લાગતા લોકો સ્વયં શિસ્તમાં આવ્યા છે તો બીજી તરફ હેલ્થ વિભાગ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ હોમ કોરોન્ટાઈન આઈશોલેટ કેસ પૈકી કોઈના મૃત્યુ અંગે સત્તાવાર નોંધ નથી. જેના કારણે લોકોમાં મૃત્યુદર વધવા અંગે તર્ક-વિતર્ક થવા લાગ્યા છે. 

બીજી બાજુ આજે અમરેલી જીલ્લા કલેકટર આયુષ ઓક દ્વારા બાબરા તાલુકાના કોટડાપીઠા ગામમાં સૌથી વધુ પોઝીટીવ એક્ટીવ કેસ હોવાના કારણે તા.૨૦મીથી તા.૨૬મી સુધી માનવ અવરજવર ઉપર જાહેર રોક લગાવી છે. જેમાં આવશ્યક સેવા દુધ, શાકભાજી, પશુપાલન, ખેતી અંગે ૧૩ જેટલા મુદ્દા મુજબ અમલવારી કરવા પોલીસ બંદોબસ્ત તેમજ બહાર અવરજવરની નોંધ રાખવા આદેશ કર્યા છે. સાથો સાથ ગ્રામપંચાયતને પોતાની ફરજ નિભાવવા સુચના આપવામાં આવી છે. કોટડાપીઠાનાં પોશ વિસ્તારમાં હાલ ૩૬ જેટલા પોઝીટીવ કેસ છે અને ૨૧ દિવસના ઇન્ફેકશન પીરીયડમાં આવતા હોવાથી તંત્ર દ્વારા રોક લગાવવામાં આવી છે.

બાબરા શહેર અને તાલુકામાં દિન-બ-દિન મૃત્યુ વધતા જાય છે. જેમાં મોખરાના સેન્ટરો તરીકે ખંભાળા ગામે ૨૪ કલાકમાં કોરોનાથી પાંચના મોત અને થોરખાણ, ઈંગોરાળામાં મોતના સમાચારો વાઈરલ થયા છે. જેને હેલ્થ વિભાગમાંથી સત્તાવાર સમર્થન નથી. જેથી આવા મૃત્યુ અંગે ચોક્કસ કારણ જાણવા આવશ્યકતા હોવાનું નકારી શકાય નહીં.

બાબરા ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ મુન્નાભાઈ મલકાણના જણાવ્યા મુજબ શહેરી વેપારી વર્ગે વધતી જતી કોરોના મહામારી રોકવા અંગે નિાપૂર્વક સહકાર આપવા સ્વયંભુ કોલ આપ્યો છે. જયારે સ્થાનિક હેલ્થ વિભાગના અક્ષય ટાંકના જણાવ્યા મુજબ તાલુકામાં અને શહેરમાં વસતા લોકો કોરોના ટેસ્ટ માટે તેમજ વેક્સીન માટે જાગૃતા દાખવે તો જાહેરહિત જળવાશે.

છેલ્લા ૧૦ દિવસમાં ખાનગી અને સરકારી દવાખાના સહિત મેડીકલોમાં દર્દી પરિવારોની મોટી લાઈનો લાગી રહી છે. જેથી રોગચાળો માથું ઉચકી રહ્યાનું સાબિત થાય છે ત્યારે બાબરા ખાતે કોવીડ સેન્ટર શરૂ કરવા વિવિધ વર્તુળ દ્વારા જીલ્લા કલેકટર સમક્ષ માંગો ઉઠી રહી છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3eaFWqQ

0 Response to "કોટડાપીઠામાં ભયજનક કોરોના સંક્રમણ, 7 દિવસ સરકારી કર્ફ્યુ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel