અંજાર રેફરલ હોસ્પિટલમાં રેપિડ ટેસ્ટની કિટ ખૂટી : ૫૦ લોકો પરત ફર્યા

અંજાર રેફરલ હોસ્પિટલમાં રેપિડ ટેસ્ટની કિટ ખૂટી : ૫૦ લોકો પરત ફર્યા

ભુજ,ગુરૃવાર

સમગ્ર વિશ્વ કોરોના મહામારી થી પીડાઈ રહ્યો છે તેમા ભારત પણ બાકાત નાથી. હાલે અંજાર શહેર મા દરરોજ અગણિત પોઝિટિવ કેસ આવી રહ્યા છે પરંતુ સરકારી ચોપડે ગણ્યા ગાંઠયા ની નોંધ થાય છે. અંજાર રેફરલ હોસ્પિટલ મા તમામ બેડ ફૂલ છે. અંજાર શહેર ની દરેક સોસાયટીમાં કોરોના ના કેસ  ખોબલે ને ખોબલે છે ત્યારે અંજાર શહેર મા વાધતા જતા  સંક્રમણ  ને અટકાવવા લોકડાઉન જરૃરી છે.

અંજાર શહેર ચેમ્બર્સ ઓફ કોમર્સદ્વારા બોલાવાયેલ મીટીંગ મા ત્રણ દિવસ માટે લેવાયેલ નિર્ણય યોગ્ય હતો પરંતુ એક જ સંસૃથા મા એક જ રાજકીય પક્ષ ના સભ્યો હોવાના કારણે અચાનક નિર્ણય બદલાવવામાં આવેલ છે તે ખરેખર દુઃખદ બાબત છે. મંગળવારે અંજાર રેફરલ હોસ્પીટલમાં રેપીડ ટેસ્ટ કીટ  ખૂટી પડવાના કારણે ૫૦ ઉપરાત લોકો પરત ફરેલ હતા. ત્યારે આવી ગંભીર મહામારી વરચે લોકો પીડાઈ રહ્યા છે ત્યારે હાઇકોર્ટ ની સૂચના હોવા છતાં મેળા મલાખડા રાજકીય કાર્યક્રમો પર રોક હોવા છતાં નેતાઓ રીબીન કાપવામા મશગુલ છે. હવે અંજાર વાસીઓએ ખરેખર પોતાના પરિવાર ની સાવચેતી રૃપે સ્વયમ ખુલ્લી ને લોકડાઉન ની  અપીલ  માટે બહાર આવવું જોઈએ કારણકે પ્રજાએ મુકેલા પ્રતિનિિધઓ એક જ પક્ષ ના હોય કોઈ પ્રજા નો અવાજ બની ને પ્રતિનીધીત્વ કરશે નહી.

અંજાર શહેર ના તમામ  સમાજ ના આગેવાનો,સામાજીક ,ધાર્મિક,વેપારી સંગઠનો તેમજ બુદ્ધિજીવી વર્ગ અંજાર શહેર ને આ મહામારી માંથી લોકોના જીવ કેમ બચાવવા તે માટે એક ચોક્કસ વ્યૂહ રચના બનાવામાં  આવે તેમજ વેપારી ભાઈઓ ને અપીલ કરવામા આવે   કે ક્યાંક પૈસા  કમાવવાની લાલચે ક્યાંક પ્લાસ્ટીક ના પેકીંગ મા પુરાઈ જવાનો વારો ના આવે  તેવું આક્રોશ સાથે પૂર્વ વિપક્ષી નેતા જીતેન્દ્ર ચોટારાએ જણાવ્યુ હતુ.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3wZnLNr

0 Response to "અંજાર રેફરલ હોસ્પિટલમાં રેપિડ ટેસ્ટની કિટ ખૂટી : ૫૦ લોકો પરત ફર્યા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel