મુંદરાના ટીકા મહોત્સવમાં પ્રસિદ્ધિ ભૂખ્યા ભાજપના સભ્યો સામાજિક અંતર ભૂલ્યા

મુંદરાના ટીકા મહોત્સવમાં પ્રસિદ્ધિ ભૂખ્યા ભાજપના સભ્યો સામાજિક અંતર ભૂલ્યા

મુંદરા, તા.૧૫

કોરોના મહામારીને નાથવા મોદી એક તરફ ટીકા મહોત્સવનું આહવાન કર્યું છે. બીજીતરફ આ રસીકરણ અભિયાનમાં હરખપદુડા ભાજપના સભ્યો નિયમો નેવે મુકીને પ્રસિધૃધી ભુખમાં સામાજિક અંતરના લીરેલીરા ઉડાવી રહ્યા છે. આમ, ટીકા મહોત્સવ ભાજપના સભ્યો માટે ફોટોગ્રાફીનું સેન્ટર બનીને ભીડ એક્ત્ર કરી રહ્યું હોય તેવો તાલ ઉભો થયો છે. મુંદરામાં આવા જ દશ્યો જોવા મળ્યા હતા.

મુંદરા પોર્ટ વિસ્તારમાં રંગોલી ગેટ પાસે પરપ્રાંતીય લોકો માટે ટીકા મહોત્સવ યોજાયો હતો.  મુંદરા સુાધરાઈ, શહેર ભાજપ અને આરોગ્ય તંત્રના સંયુક્ત ઉપક્રમે કરાયેલા રસીકરણ કેમ્પમા જ્યારે પરપ્રાંતીયોને રસીકરણ કરાતું હતું ત્યારે ભાજપના સભ્યો ચારેતરફ ટોળી વળીને ફોટોગ્રાફી કરાવતા રહ્યા હતા. પ્રસિધૃધીની લ્હાયમાં લોકોને સલાહ આપનારા ખુદ સામાજિક અંતરનું ભાનભુલી ગયા હતા. રસીકરણ મહામારીને દુર કરવાના બદલે ભાજપના સભ્યો માટે યશ લેવાનો મોકો હોય સોશ્યિલ મીડીયામાં ફોટો મુકીને વાહવાહી લુંટવા સૌ તત્પર બન્યા હતા. કોરોના ગાઈડલાઈન અભેરાઈએ ચડાવીને રસીકરણનું કામ થતું હતું. જેના કારણે લોકોને અહી આવ્યા પછી સંક્રમણ વધુ ફેલાયું હશે તે ચોક્કસ કહી શકાય.  



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3wWVtmB

0 Response to "મુંદરાના ટીકા મહોત્સવમાં પ્રસિદ્ધિ ભૂખ્યા ભાજપના સભ્યો સામાજિક અંતર ભૂલ્યા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel