સતત ત્રીજા દિવસે કોરોનાથી ત્રણના મોતઃ કચ્છમાં ૮૧ કેસોથી ફફડાટ

સતત ત્રીજા દિવસે કોરોનાથી ત્રણના મોતઃ કચ્છમાં ૮૧ કેસોથી ફફડાટ

ભુજ,ગુરૃવાર

કોરોનાએ કચ્છમાં તાંડવ મચાવ્યો હોય તેમ સતત આજે ત્રીજા દિવસે વધુ ત્રણ વ્યકિતઓના કોરોનાથી મોત થયા હતા. એટલુ જ નહિં, ગત રોજ બુાધવારે ૬૮ પોઝીટીવ કેસો બાદ તેમાં આજે ૧૩નો વાધારો થતા નવા ૮૧ કેસો નોંધાતા આ સરહદી જિલ્લામાં ફફડાટ મચી ગયો છે. જો હજુ પણ તંત્ર નહિં જાગે તો મૃતકાંકની સંખ્યા વાધતી જશે.

રાજયના અન્ય જિલ્લાઓની સાથોસાથ કચ્છમાં પણ મૃતકાંક સાથે કોરોનાના પોઝીટીવ કેસો વાધી રહ્યા છે. ચિંતાજનક બાબત એ છે કે, હવે મૃતકોની સંખ્યા વાધી રહી છે. આજે સતત ત્રીજા દિવસે નવા ત્રણ વ્યકિતઓના મોત થયા હતા. આ ત્રણ મોત સાથે કુલ મોતનો આંકડો ૯૮ થયો છે. દરમિયાન, નવા ૮૧ કેસો સાથે કુલ કેસનો આંક ૫૬૭૪ થયો છે.  આજે અબડાસાના ગ્રામ્યમાં ૩, અંજાર શહેરમાં ૧૧, તાલુકામાં ૯, ભચાઉ શહેરમાં ૧૦ અને ભચાઉના ગ્રામિણમાં ૨,ભુજ શહેરમાં ૧૯, ગ્રામિણમાં ૬, ગાંધીધામ શહેરમાં ૬, લખપત તાલુકામાં ૨, માંડવી શહેરમાં ૩, ગ્રામિણમાં ૪, મુંદરા શહેરમાં ૧, નખત્રાણા તાલુકામાં ૪ અને રાપર શહેરમાં ૧ કેસ પોઝીટીવ આવ્યો હતો. 

કુલ એકટીવ પોઝીટીવ કેસનો આંક ૫૪૬ સાથે કુલ કેસો ૫૬૭૪ થયો છે. આજે ૨૬ દર્દીઓ સાજા થતા હોસ્પીટલમાંથી રજા અપાઈ હતી. કોરોનાના કેસો વાધી રહ્યા હોવા છતા બજારમાં હજુ પણ ભીડ જોવા મળી રહી છે. સતત ત્રીજા દિવસે ત્રણ દર્દીઓના મોત થવાથી આજે કોરોનાના દર્દીઓ તેમજ તેમના સગા સંબંધીઓમાં ચિંતા વ્યાપી ગઈ હતી. કચ્છનું આ ચિત્ર જોતા હવે તંત્રે આંશિક લોકડાઉન લાદવાની જરૃરિયાત લાગી રહી છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3tntrib

0 Response to "સતત ત્રીજા દિવસે કોરોનાથી ત્રણના મોતઃ કચ્છમાં ૮૧ કેસોથી ફફડાટ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel