ભડલી ગામે પવનચક્કીના વાયરોમાં સંપર્કમાં આવતા મોરનું અકાળે મોત
ભુજ, ગુરૃવાર
કચ્છમાં ખાસ કરીને નખત્રાણા તાલુકાના અમુક વિસ્તારોમાં દાયકાઓ અગાઉ રાષ્ટ્રીય પક્ષી મોર ની સંખ્યા સવિશેષ હતી.પણ છેલ્લા એક દાયકામાં વિકાસની આંધળી દોટમાં મોરના અપમૃત્યુના સંખ્યાબંધ બનાવો બનતા રહે છે.
સીમાડા વિસ્તારમાં રોજેરોજ મોર ના મૃત્યુ પામવાના સંખ્યાબંધ કિસ્સાઓ નોંધાઈ રહ્યા છે. જેમાંથી એક અંદાજ મુજબ માત્ર દસ ટકા જ મોરના અપમૃત્યુની વિગતો જાહેર થતી હશે. તે પણ સોશિયલ મીડિયા અને જાગૃત નાગરિક ના લોકોના માધ્યમાથી. બાકીના સંખ્યા બંધ, ગુમનામ બનાવોની નોંધ લેવાતી જ નાથી. સોશ્યલ મીડિયામાં ભારે ઊહાપો થાય અને ફોટા અને વિગતો જાહેર થાય ત્યારે જ તંત્ર હરકતમાં આવે છે તેવો આક્ષેપ પણ કેટલાક પર્યાવરણ પ્રેમીઓ કરી રહ્યા છે.
એક જાગૃત નાગરિકે જણાવ્યું હતું કે, જો કોઈ રાષ્ટ્રીય પક્ષી, ખાનગી કંપની ના ભોગે મૃત્યુ પામે તો પક્ષી વાધ સહિતની કલમ લગાડીને તેમના પર ફોજદારી ફરિયાદ નોંધવામાં આવે તો શક્ય છે કે કંપની સાવચેતી ના પગલાં લે.અન્યાથા આમ જ લોમલોલ ચાલતું રહેશે.અને એક પછી એક ના બનાવો બનતા રહેશે.અને મોર અકાળે મૃત્યુ પામતા રહેશે. તંત્ર દ્વારા જો બાબતે કોઈ નક્કર અને સચોટ કાર્યવાહી નહીં થાય અને આવી જ પરિસિૃથતિ રહેશે તો, આગામી સમયમાં રાષ્ટ્રીય પક્ષી મોર, કહેવાતા વિકાસના ભોગે પોતાનું અસ્તીત્વ જ ખોઇ નાખશે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mRZUdJ
0 Response to "ભડલી ગામે પવનચક્કીના વાયરોમાં સંપર્કમાં આવતા મોરનું અકાળે મોત"
Post a Comment