ભૂજની પાલારા જેલમાં બંધ પાકિસ્તાનના યુવાનનું હળવદ ગામ નજીક મોત

ભૂજની પાલારા જેલમાં બંધ પાકિસ્તાનના યુવાનનું હળવદ ગામ નજીક મોત


હળવદ : હળવદ પાસે પોલીસ જાપ્તામાં પાકિસ્તાનના યુવાનનું મોત.સારવાર અર્થે અમદાવાદ લઈ જવાતો હોઈ દરમ્યાન હળવદ નજીક મોત નીપજ્યું.ઘટનાની જાણ થતા મોરબી જિલ્લાના ડીવાયએસપી હળવદ પીઆઇ. પીએસઆઇ. સહિતનો કાફલો ઘટનાસ્થળે સરકારી હોસ્પિટલ યુવાનને ખસેડાતા ફરજ પરના ડોક્ટરે યુવાનને મૃત જાહેર કર્યો.

હળવદ તાલુકા પાસેથી  સવારે કચ્છમાં અગાઉ ઝડપાયેલ ૨૨ વર્ષીય પાકિસ્તાની યુવાનને સારવાર માટે અમદાવાદ સિવિલમાં લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે પાકિસ્તાની યુવાનનું હળવદ નજીક રસ્તમાં મોત નિપજ્યું છે માટે આ બનાવની હળવદ પોલીસ મથકે નોંધ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે

પાકિસ્તાનથી ભારતમાં ઘૂસવાના ગુનામાં તા. ૮/૮/૨૦૧૯ ના રોજથી ભુજની પાલારા જેલમાં બંધ પાકિસ્તાનના ૨૨ વર્ષીય તગજીભાઈ રાવતાભાઈ હોચીમલને વહેલી સવારે કચ્છથી સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે તેનું રસ્તામાં હળવદ પાસે મોત નીપજયું છે વધુમાં પોલીસે પાસેથી મળી રહેલી માહિતી મુજબ પાકિસ્તાની યુવાનને એચ.આઈ.વી. અને ટી.બી.ની બીમારી હતી જેથી તેની સારવાર ભુજની જી.કે. હોસ્પિટલમાં ચાલતી હતી. અને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવતો હતો. ત્યારે તેનું મોત નીપજયું છે.ઘટનાની જાણ થતા તાત્કાલીક ઘટનાસ્થળે મોરબી જિલ્લાના ડીવાયએસપી હર્ષદ ઉપાધ્યાય હળવદ પીઆઇ પી.એ. દેકાવાડીયા તથા પી.એસ.આઇ પી.જી. પનારા ઘટનાસ્થળે પહોંચી હળવદ ની સરકારી હોસ્પિટલ ખાતે યુવાનને લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના  ડોક્ટરે યુવાને મૃત જાહેર કર્યો હતો.  હળવદ પોલીસે બનાવની નોંધી કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32jC6Gt

0 Response to "ભૂજની પાલારા જેલમાં બંધ પાકિસ્તાનના યુવાનનું હળવદ ગામ નજીક મોત"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel