આગેવાનોની અલવિદા.. રાજુલા પંથકમાં 10 અગ્રણીઓની વિદાય

આગેવાનોની અલવિદા.. રાજુલા પંથકમાં 10 અગ્રણીઓની વિદાય


- સોની, પ્રજાપતિ, મુસ્લિમ અને વોરા જ્ઞાાતિના આગેવાનોએ અંતિમ શ્વાસ લેતા ઘેરા શોકની લાગણીઃ લોકોમાં ડર- ગભરાટનો માહોલ

રાજુલા,માળિયા


રાજુલામાં ૭ દિવસમાં વિવિધ જ્ઞાાતિ - સમાજના ૧૦ અગ્રણીઓના અવસાનથી શહેરમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. અને લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. જયારે માળિયા હાટિના પંથકમાં પણ મોતના બનાવો વધતા ડર વ્યાપ્યો છે.

રાજુલામાં ૭ દિવસમાં વિવિધ જ્ઞાાતિ સમાજના ૧૦ આગેવાનોના અવસાનથી શહેરમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. લોકોમાં પણ ડરનો માહોલ ઉભો થયો છે.  સોની જ્ઞાાતિનાં અગ્રણીઓ વસંતભાઈ વાવડીયા તથા નાથાભાઈ ઝગડા, પ્રજાપતિ સમાજના આગેવાન નારણભાઈ વાળા, ટપુભાઈ પુનાભાઈ તથા કાળુભાઈ પ્રજાપતિ જયારે વોરા સમાજના અગ્રણી હાતીમભાઈ કપાસી, મુસ્લિમ સમાજના તથા પાલિકાના નિવૃત્ત કર્મી અબ્દુલભાઈ ગોરી તથા પાનના વેપારી વિપુલભાઈ સોલંકી સહિત ૧૦ આગેવાનોના નિધન થતા શોક વ્યાપ્યો છે.

માળિયા હાટીના શહેર તથા નજીકના ગામોમાં કોરોના કારણે લોકોના મોતના આંકડા વધતા લોકોમાં ભય વ્યાપ્યો છે. મોમીન સમાજના જ યુવાનું પણ કોરોનાના કારણે મૃત્યુ થયું છે. તો બાજુનાજ ગાંગેચા ગામની યુવતીનું પણ મોત થયું છે. તો માળિયાના લોહાણા સમાજની પણ યુવતીનું કોરોનાની સારવાર દરમ્યાન મૃત્યુ થયું અને તેની અંતિમક્રિયા ચાલુ જ હતી. ત્યાં જ માળિયાના સેવાભાવી હર્ષદભાઈ રૃઘાણીના અવસાનના સમાચારથી ગમગીની છવાઈ ગઈ છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3akbgCc

0 Response to "આગેવાનોની અલવિદા.. રાજુલા પંથકમાં 10 અગ્રણીઓની વિદાય"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel