અમરેલી શહેરમાં આજથી એક અઠવાડીયા સુધી સંપૂર્ણ લોકડાઉન

અમરેલી શહેરમાં આજથી એક અઠવાડીયા સુધી સંપૂર્ણ લોકડાઉન


- કરિયાણું, દૂધ, શાકભાજી અને દવાની દૂકાનો સવારે ૭થી બપોરે ૧ વાગ્યા સુધી ખુલ્લી રાખવાની છૂટછાટ

અમરેલી


અમરેલી શહેરમાં વકરી રહેલ કોરોનાં સંક્રમણની સાંકળ તોડવાં અમરેલી શહેરનાં વિવિધ વેપારી એસોસીએશનનાં હોદેદારોની મળેલ બેઠકમાં સોમવારથી એક અઠવાડીયા સુધી સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય કરવામાં આવેલ હતો. જેમાં કરીયાણા, દૂધ, શાકભાજી, દવાની દૂકાનોને છૂટછાટ આપવામાં આવી છે.

પ્રાપ્ત વિગત મુજબ અમરેલી જીલ્લામાં કોરોનાં વાયરસે કહેર વરસાવેલ છે. માનવીનાં મોતની વણથંભી વણઝાર વધી રહી છે. અમરેલી શહેરનાં તમામ દવાખાનાં દર્દીઓથી હાઉસફુલ થઈ ગયેલ છે. દર્દીની હાલત જાયે તો જાયે કહાં, જેવી સર્જાયેલ છે. દરરોજ ૧૫થી ૨૦ જેટલા મોત થઈ રહ્યાં છે. આવી વિકટ પરિસ્થિતિમાં અમરેલી ચેમ્બર્સ ઓફ કોમર્સ તેમજ ચાના વેપારી એસોસીએશનની એક બેઠકમ ળી હતી. જેમાં કોરોનાં સંક્રમણની સાંકળ તોડવા એક માત્ર લોકડાઉનનો સુર ઉઠેલ હતો.

જેથી વેપારી મહામંડળ દ્વારા લોક ડાઉનનો નિર્મય કરવામાં આવેલ હતો. જેમાં સોમવાર સવારથી એક અઠવાડીયુ સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. કરીયાણા, દૂધ, શાકભાજી તેમજ દવાઓની દુકાનો સવારે ૭થી બપોરનાં ૧ કલાક સુધી ખુલ્લી રાખવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. બાકીનાં તમામ ધંધા રોજગાર એક અઠવાડીયું સંપૂર્ણ બંધ રાખવાં વેપારી મહામંડળ દ્વારા તમામ વેપારીઓને અપીલ કરવામાં આવી છે. 

કોરોના મહામારીમાં દરરોજ માનવ જીંદગી હણાઈ રહી છે, ત્યારે સંક્રમણને નાથવાં એકમાત્ર વિકલ્પ લોકડાઉનને અપનાવવી તમામે સોશ્યલ ડિસ્ટન્સનું અને માસ્ક પહેરવાનું પાલન કરવાની પોતાની નૈતિક ફરજ નિભાવવાં આહવાન કરવામાં આવેલું હતું.

ચલાલામાં પણ આજથી ૩૦મી સુધી સ્વયંભૂ બંધ

ચલાલામાં ચેમ્બર ઓફ કોમર્સ સહિતનાં વેપારી સંગઠનોએ તા.૧૯મીથી તા૩૦મી સુધી અડધો દિવસ સ્વયંભુ બંધ પાળવાનો નિર્મય કર્યો છે. જેમાં તમામ વેપાર - ધંધા સવારે ૮ વાગ્યાથી બપોરે ૩ વાગ્યા સુધી જ ચાલુ રખાશે. ત્રણ વાગ્યા બાદ લોકડાઉન રાખવામાં આવશે. આ ઉપરાંત વેપારીઓએ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનાં નિયમોની અમલવારી કરવાનું પણ નક્કી કરાયું છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3am4PyR

0 Response to "અમરેલી શહેરમાં આજથી એક અઠવાડીયા સુધી સંપૂર્ણ લોકડાઉન"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel