એ ભાઈ એક સિલિન્ડરતો આપો કહી વૃધ્ધએ લીધા અંતિમશ્વાસ

એ ભાઈ એક સિલિન્ડરતો આપો કહી વૃધ્ધએ લીધા અંતિમશ્વાસ


- હોસ્પિટલમાં બેડના અભાવે હોમ આઈસોલેશનમાં રહેલાં દર્દીઓ ઓક્સિજન માટે રઝળપાટ કરી રહ્યાં હોવા છતાં તમાશો જોતુ તંત્ર

રાજકોટ


રાજકોટમાં હોમ આઈસોલેશન દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થતો રહ્યો હોવાને લીધે ઘરમાં રહી સારવાર લેતા દર્દી૩ઓને ઓકસીજનની તાતી જરૃર હોય છે. પરંતુ શહેરમાં ઓકસીજન સિલિન્ડર માટે યોગ્ય વ્યવસ્થા નહી હોવાને લીધે અનેક દર્દીઓ કફોડી સ્થિતિમાં મુકાયા છે.

રાજકોટમાં કોરોનાના દર્દીઓ માટે એક બ ાજુ બેડ મળતા નથી બીજી બાજુ ફેમીલી ફિઝીશ્યનની જવાબદારી સંભાળતા ડોકટરો જ કોરોનાના સંક્રમણના ભયને કારણે દવાખાના બંધ કરી દીધા છે. મોટી હોસ્પિટલમાં મહામહેનતે ડોકટરો મળે છે તો ઈંજેકશન શોધવા માટે ઠેરઠેર કલાકો સુધી ભટકવું પડે છે. નાની મોટી ઉંમરના અનેક દર્દીઓને હોમ આઈસોલેશનમાં રહેવાની સલાહ આપવામાં આવે છે. આ દર્દીઓએ આજરોજ જણાવ્યું હતું કે, સ્વૈચ્છીક સંસ્થાઓ પાસે દરરોજ રાત્રિ દરમિયાન ઓક્સીજન સિલિન્ડર મર્યાદિત માત્રામાં આવે છે જે જરૃરિયાતના પ્રમાણમાં ૧૦થી ૧૫ ટકા હોવાથી સિલિન્ડરમ ાટે તડાપીટ બોલે છે.

થોડા ઘણાંને ઓકસીજન સિલિન્ડરમ ળે છે બાકીના ખાલી હાથે પાછા ફરે છે આ સ્થિતિમાં જે દર્દીઓને ઓક્સીજન સિલિન્ડરની જરૃર હોય છે તેવા દર્દીઓ રીક્ષામાં આવી અડધો સિલિન્ડર ખાલી થઈ ગયો હોવાનું જણાવી સિલિન્ડર રિફીલ કરાવવા માટે જૂદી જૂદી જગ્યાએ આંટાફેરા કરતા રહે છે. આ સ્થિતિમાં એક ઓકસીજન સિલિન્ડર આપો તેમ રીક્ષામાં આવનાર વૃધ્ધાને ઓક્સીજન મળે તે પહેલાં જ અંતિમ શ્વાસ લીધા હતાં. આ ઘટના વર્ણવતા આજે સ્વયંસેવી સંસ્થાના કાર્યકરોની આંખમાં આંસુના તોરણ  બંધાતા હતાં. રાજકોટમાં ઓક્સીજન સિલિન્ડર માટે છેલ્લા ૧૫ દિવસથી દર્દીઓના સ્વજનો રઝળપાટ કરી રહ્યાં છે. છતાં સરકારી તંત્ર જાણે તમાશો જોઈ રહ્યું છે તેવી સ્થિતિ સામે અનેક સ્વજનોએ આજે રોષની લાગણી વ્યક્ત કરી હતી.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32tklEu

0 Response to "એ ભાઈ એક સિલિન્ડરતો આપો કહી વૃધ્ધએ લીધા અંતિમશ્વાસ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel