મુળીની મોડેલ સ્કૂલમાં એનસીસી બટાલિયનની તાલીમ શિબિર યોજાઈ

મુળીની મોડેલ સ્કૂલમાં એનસીસી બટાલિયનની તાલીમ શિબિર યોજાઈ


સુરેન્દ્રનગર, તા. 19 ફેબ્રુઆરી, 2021, શુક્રવાર

સુરેન્દ્રનગર જીલ્લાના કેડેટસ માટે ૨૬ ગુજરાત બટાલીયન એનસીસીની વાર્ષીક તાલીમ શિબિર મુળી મોડેલ સ્કૂલ ખાતે યોજાઈ હતી જેમાં પાંચ દિવસીય શિબિર દરમ્યાન કેડેટસને વિવિધ સૈન્ય અને બિનસૈન્ય વિષયો પર તાલીમ આપવામાં આવી હતી. 

આ તકે ગૃપ કમાન્ડરે કેડેટસને સંબોધન કર્યું હતું અને વાંચન, લેખન, જાહેરમાં બોલવાની અને ડિબેટ સહિતની બાબતોનું માર્ગદર્શન પુરૂ પાડયું હતું. 

જ્યારે શિબિરના અંતિમ દિવસે કેડેટસો દ્વારા લાઈવ ડેમોસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું જેમાં યુધ્ધના સમયે દુશ્મનોને કેવી રીતે પરાસ્ત કરવા ? તેમજ રોકેટ લોન્ચર, બોમ્બ, બંદુકનો ઉપયોગ કરી કેવી રીતે વિજય પ્રાપ્ત કરવો તેનું ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. જેમાં બ્રીગેડીયર એસ.એન.તીવારી, કમાન્ડીંગ ઓફીસર કે.શેખર તથા કમાન્ડર એનસીસી ગૃપ રાજકોટ અને સાંસદ ડો.મહેન્દ્રભાઈ મુંજપરા સહિતનાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bqVViW

0 Response to "મુળીની મોડેલ સ્કૂલમાં એનસીસી બટાલિયનની તાલીમ શિબિર યોજાઈ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel