પાટણના 11 વોર્ડમાં ચુંટણી પ્રચારનો ધમધમાટ શરૂ, કોરોના સાવ ભુલાઇ ગયો
પાટણ તા.19 ફેબ્રુઆરી 2021, શુક્રવાર
પાટણ શહેરમાં મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને રાજકીય રંગે રંગાઈ રહ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ભાજપ-કોંગ્રેસ ઉમેદવારોના ચૂંટણી પ્રચાર કાર્યાલય ખુલી રહ્યા છે. પક્ષના બહેનો અને ધજા-પતાકા તોરણ લહેરાવાતા ચૂંટણી બની રહ્યું છે. પક્ષના ઉમેદવારો પેનલ સાથે મતદારોને મનાવવા વિસ્તારમાં નીકળી પડયા છે. ઘણા તો આ મોહલ્લો પોલ સોસાયટી અહીં આવી હોવાનું પહેલીવાર જોઇ રહ્યા છે. જોકે ચૂંટણીના ઉત્સાહ ના માહોલમાં કોરોના સાવ ભુલાઈ રહ્યો છે. હવે તો લોકોને માસ્ક પહેરવા પણ ગમતા ના હોય એવું જોવા મળી રહ્યું છે. વોર્ડની ચૂંટણી સભા હોય કે કાર્યાલય ના ઉદ્ધાટન મોટે ભાગે લોકોમાસ્ક વિના જ નજરે પડી રહ્યા છે અને સામાજિક અંતર પણ પાલન થતું નહીં હોવાની હોવાનુ ઠેરઠેર જોવા મળી રહ્યું છે.
પાટણ શહેરના તમામ ૧૧ મોડમાં ચૂંટણીલક્ષી ધમધમાટ પ્રવર્તી રહ્યો છે. ચૂંટણી કાર્યાલયો ખુલતાં કાર્યકરો અને મતદારો પણ જાગૃતિ જોવા મળી રહી છે. ઉમેદવારોમાં મોટાભાગે નવા ચહેરા અને મહિલા ઉમેદવારો નવા હોય લોકોને ઓળખવામાં પણ મુશ્કેલી અનુભવાઇ રહી છે. પ્રચાર માટે નીકળતા રાજકીય પક્ષોના ઉમેદવારોને વોર્ડ વિસ્તારમાં તેમના પ્રવાસ દરમિયાન ક્યાં કેટલો વિકાસ પહોંચ્યો છે અને ક્યાં કઈ કઈ અસુવિધાઓને પ્રજા સામનો કરી રહી છે તેની જાતમાહિતી ઉમેદવારોને જોવા જાણવા મળી રહી છે. ઘણા વિસ્તારોમાં જાગૃત મતદારો હવે રાજકીય પક્ષના ઉમેદવારોને પ્રશ્ન પૂછતાં થયા છે.
ચૂંટણી સમયે હાથ જોડીને હસતા હસતા મોઢે મત માંગતા ઉમેદવારો ચૂંટાયા પછી મતદારો થી સંપર્ક ગુમાવી દેતા હોવાનું લોકો મુખે કાયમ ચર્ચાતું રહેતું હોય છે ત્યારે એક વોર્ડ જાગૃત મહિલા મતદાતા એ ઉમેદવારોને ચોખ્ખું સંભળાવી દીધું ખેર ચૂંટાયા પછી તો દેખાતા જ નથી, ખાલી મત માંગવા આવો છો....? એવા અણીયારા સવાલોનો પણ ઉમેદવારોને અનુભવ કરવા મળી રહ્યો છે.કોંગ્રેસ દ્વ્રારા સ્થાનિક કક્ષાએ મેન્ડેટ આપાતા નારાજ બની શહેરના વોર્ડ નંબર બે મા અપક્ષ ચૂંટણી લડી રહેલા એક મહિલા ઉમેદવાર કોંગ્રેસ અને ભાજપ થી કંટાળેલા હોય તો એક મત મત લેપટોપને આપજો એવી અનોખી રીતે મતદારોને અપીલ કરી રહ્યા છે. પાટણમાં ભાજપના એક માત્ર જૈન મહિલા ઉમેદવારને પાટીદાર સમાજની નારાજગીનો ભોગ બનવું પડી રહ્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં એક (ખેડૂત પુત્ર) પાટીદાર ઉમેદવારો નો વિરોધવિસ્તારમાં પ્રવેશ કરવો નહીં એવા વિરોધ ના બેનરો ?મહોલ્લાના નાકે લટકતા સામે આવવા પામી રહ્યા છે.
લાખો અને કરોડપતિ શું સેવા કરવા ચુંટણી લડે છે?
શહેરમાં સુવિધાઓના અભાવના મામલે હંમેશાં ચર્ચામાં રહેલ કર્મભૂમિ રોડ પર ની સોસાયટીકંટાળેલા રહીશો દ્વારા ચૂંટણી બહિષ્કાર ના લગાવાયેલા બેનરો હવે ઘણા લોકોને ખૂંચી રહ્યા હોઇ આ બેનરો ઉતરાવી દેવા દબાણો દબાણોની રાજનીતિ થી થઈ રહી હોવાનું ચર્ચાસ્પદ બન્યું છ. તો વળી એક પક્ષના ચૂંટણી કાર્યાલય આગળ ટિકિટ કપાતા નારાજગી સાથે ફરી રહેલા એક કાર્યકરે જાહેરમાં બળાપો ઠાલવતા જણાવ્યું કે, લાખોપતિ અને કરોડપતિ ઉમેદવારો શું લોકોની સેવા કરવા માટે ચૂંટણી લડી રહ્યા છે? ના, આ તો બધાને પોતાનો કોઇ ને કોઇ સ્વાર્થ છે.કોઈને જમીનને લગતા કેસનો તો કોઈને આથક ફાયદો કરવા માટેનું કે અન્ય આથક ફાયદો કરવા માટેનો કે અન્ય સ્વાર્થ રહ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3blUUc5
0 Response to "પાટણના 11 વોર્ડમાં ચુંટણી પ્રચારનો ધમધમાટ શરૂ, કોરોના સાવ ભુલાઇ ગયો"
Post a Comment