વિરમગામના ડુમાણાની ખેડૂતપુત્રી પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં રાજ્યમાં અવ્વલ

વિરમગામના ડુમાણાની ખેડૂતપુત્રી પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં રાજ્યમાં અવ્વલ


અમદાવાદ, વિરમગામ, તા. 19 ફેબ્રુઆરી, 2021, શુક્રવાર

'મહેનત ઇતની ખામોશી સે કરો કે સફલતા શોર મચા દે'- તાજેતરમાં ગજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવેલી પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં વિરમગામના ડુમાણા ગામની ખેડૂત પુત્રીએ સરકારી નોકરી કરવાની સાથે ૨૩ વર્ષની ઉંમરે પોલીસ ઇન્સ્પેક્ટર પરીક્ષામાં રાજ્યમાં અવ્વલ આવી ઇતિહાસ રચ્યો હતો.

આજ રોજ વિરમગામના ડુમાણા ગામ ખાતે ખેડૂત પુત્રી દિવ્યાબાનું ભવ્ય સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું જેમાં પરિવાર સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

વિરમગામના ડુમાણા ગામની ખેડૂત પુત્રી દિવ્યાબા બારડ સમગ્ર રાજ્યમાં મહિલાઓમાં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થઈ ઇતિહાસ રચ્યો છે. ખેડૂત પુત્રી દિવ્યાબા બારડ આ પૂર્વે પણ ધોરણ ૧૦માં સમગ્ર તાલુકામાં પ્રથમ નંબર રહ્યા હતા. ત્યારબાદ તેઓએ ધો. ૧૨માં ૮૮ બાદમાં બી.કોમ. સાથે અમદાવાદથી સ્નાતકની પદવી મેળવી હતી. આ દરમિયાન બી.કોમ.ના અભ્યાસ દરમ્યાન જ દિવ્યાબાએ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવાની શરૂ કરી હતી અને ગ્રેજ્યુએટ થયા બાદ જુનિયર કારકુનની પરીક્ષામાં સફળતા મેળવીને અમદાવાદ જિલ્લા પંચાયતમાં જુનિયર કારકુન તરીકે ફરજ બજાવવાની શરૂઆત કરી હતી. તેઓએ માત્ર ૨૩ વર્ષની ઉંમરે ગુજરાત જાહેર સેવા આયોગની પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષા મહિલા શ્રેણીમાં રાજ્યમાં પ્રથમ નંબરે પાસ કરી ઇતિહાસ રચ્યો હતો. દેવ્યાનીબા બારડની આ સફળતા બદલ ગ્રામ વિસ્તાર તથા ખાસ કરીને નાડોદા રાજપૂત સમાજ લાગણીઓની શુભેચ્છા સાથે ગૌરવિંત થઈ રહ્યો છે. દિવ્યાબાની આ સફળતાથી આ વિસ્તારના યુવાનો તેમનામાંથી પ્રેરણા લઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓમાં લાગી ગયા છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dvtXWg

0 Response to "વિરમગામના ડુમાણાની ખેડૂતપુત્રી પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં રાજ્યમાં અવ્વલ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel