કચ્છની પાંચ નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન કરવા ૧૫૯૬ ઈવીએમ મૂકાશે

કચ્છની પાંચ નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન કરવા ૧૫૯૬ ઈવીએમ મૂકાશે

ભુજ, શુક્રવાર 

કચ્છની ૫ નગરપાલિકાની ચુંટણીઓની તૈયારી શરૃ થઈ ગઈ છે. ઉમેદવારો દ્વારા જોરશોરાથી પ્રચાર-પ્રસાર શરૃ કરાયો છે. ત્યારે વહીવટીતંત્ર દ્વારા પણ મતદાનને લઈને તડામાર તૈયારી ચાલુ કરાઈ છે. ૫ સુાધરાઈની વાત કરીએ તો કુલ ૪.૩૯ લાખ લોકો મતદાન કરનારા હોવાથી તેઓ માટે ૧૫૯૬ ઈવીએમ મુકવામાં આવનાર છે.

આ અંગે મળતી માહિતી મુજબ ભુજ નગરપાલિકાના ૧૧ વોર્ડમાં બેઠકોની સંખ્યા ૪૪ છે.કુલ મતદાન માથકો ૧૩૨ ફાળવાયા છે. જેમાં ભુજના ૬૮૪૫૭ પુરુષ મતદાર તાથા ૬૪૯૨૬ સ્ત્રી મતદારો માટે ૪૫૩ ઈવીએમ મુકવામાં આવશે.જ્યારે અંજાર નગરપાલિકાના ૯ વોર્ડ માટે બેઠકોની સંખ્યા ૩૬ છે અને મતદાન માથકોની સંખ્યા ૭૪ છે. ૩૩૪૦૨ પુરૃષ તાથા ૩૨૦૦૮ સ્ત્રી મતદારો મળીને કુલ ૬૫૪૧૧ મતદારો માટે ૨૫૫ ઈવીએમનો ઉપયોગ થનાર છે.

ગાંધીધામ સુાધરાઈના સૌથી વધુ ૧૩ વોર્ડ માટે ૫૨ સીટ પર ચુંટણી લડાશે. જેમાં ૧૬૫ મતદાન માથકો ઉભા કરાશે. ૯૨૯૫૯ પુરૃષ તાથા ૮૦૭૬૫ સ્ત્રી મતદારો મળીને કુલ ૧૭૩૭૨૫ મતદારો માટે ૫૬૭ ઈવીએમ વપરાશે. માંડવી નગરપાલિકાના ૯ વોર્ડની ૩૬ બેઠક માટે ૬૩ મતદાન માથકો ઉભા કરાશે. જેમાં ૨૦૯૧૫  પુરૃષ તાથા ૨૦૮૫૧ સ્ત્રી મતદારો પોતાના મતઅિધકાર ઉપયોગ કરી શકે તે માટે ૨૧૯ ઈવીએમ મુકાશે. જ્યારે નવી રચના થયેલી મુંદરા નગરપાલિકામાં ૭ વોર્ડની સંરચના કરાઈ છે. જેમાં ૨૮ સીટ માટે મતદાન કરાશે. ૨૭ મતદાન માથકોમાં ૧૦૨ ઈવીએમ મુકવામાં આવશે. અહીંં ૧૩૧૩૯ પુરૃષ તાથા ૧૧૯૧૬ સ્ત્રી મતદારો પોતાના કિંમતી વોટનો ઉપયોગ પ્રાથમવાર કરશે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ug6cHy

0 Response to "કચ્છની પાંચ નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન કરવા ૧૫૯૬ ઈવીએમ મૂકાશે"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel